હૉસ્પિટલે માફ કર્યું કોરોના પોઝિટિવનું દોઢ કરોડનું બિલ, ટિકિટ કરાવી દુબઈથી ભારત મોકલ્યા

News18 Gujarati
Updated: July 16, 2020, 1:55 PM IST
હૉસ્પિટલે માફ કર્યું કોરોના પોઝિટિવનું દોઢ કરોડનું બિલ, ટિકિટ કરાવી દુબઈથી ભારત મોકલ્યા
પ્રતીકાત્મક તસવીર

રાજેશ દુબઈ હૉસ્પિટલમાં 80 દિવસની સારવાર લઈ કોરોનાને હરાવ્યો, બિલ માફ કરાવવામાં આ લોકોએ કરી મદદ

  • Share this:
નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus)થી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કેટલાક લોકો તો હજુ પણ પોતાના ઘરથી દૂર બીજા દેશમાં ફસાયેલા છે. જો આ લોકોને કોવિડ-19 થઈ જાય છે તો તેમની મુશ્કેલી અનેકગણી વધી જાય છે. આવો જ એક મામલો દુબઈ (Dubai)માં સામે આવ્યો છે. દુબઈમાં રહેતા તેલંગાના (Telangana)ના એક ગરીબ વ્યક્તિ ઓદનલા રાજેશ ત્રણ મહિના પહેલા કોરોના સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે દુબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ રજાના સમયે તેમની પાસે હૉસ્પિટલને ચૂકવવાના પૈસા નહોતા. એવામાં હૉસ્પિટલે તેમનું 1.52 કરોડનું બિલ માફ કરી દીધું. સાથોસાથ તેમને ટિકિટ કરાવીને ભારત મોકલ્યા અને 10 હજાર રૂપિયા પણ આપ્યા.

તેલંગાનાના જગીતાલના રહેવાસી ઓદનલા રાજેશને દુબઈની દુબઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ત્યાં લગભગ 80 દિવસ સુધી ચાલી. જ્યારે તેઓ ઠીક થઈ ગયા તો હૉસ્પિટલે તેમને રજા આપતા પહેલા દોઢ કરોડનું બિલ ભરવા માટે કહ્યું.

આ પણ વાંચો, CYBER ATTACK: બિલ ગેટ્સ, ઓબામા, વારેન બફે સહિત અનેક દિગ્ગજોના Twitter એકાઉન્ટ હૅક

મૂળે, રાજેશને હૉસ્પિટલમાં ગલ્ફ પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષ ગુંદેલી નરસિમ્હાએ દાખલ કરાવ્યા હતા. તે સતત રાજેશના સંપર્કમાં હતા. તેઓએ હૉસ્પિટલના બિલ અને રાજેશની સારવાર મામલે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારી શ્રીમાનસુથ રેડ્ડીને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો, Himalayan Viagra પર સંકટ! રેડ લિસ્ટમાં મૂકવામાં આવી કીડા-જડી

ત્યારબાદ ભારતીય દૂતાવાસના એક અધિકારી હરજીત સિંહે દુબઈ હૉસ્પિટલના મેનેજમેન્ટને પત્ર લખ્યો. તેમાં તેઓએ માનવીય આધાર પર ગરીબ રાજેશનું બિલ માફ કરવાનો આગ્રહ કર્યો. તેની પર હૉસ્પિટલે તેમના આગ્રહને માની લીધો અને રાજેશનું સંપૂર્ણ બિલ માફ કરી દેવામાં આવ્યું.આ પણ વાંચો, Jio Glassથી Jio TV+ સુધીઃ રિલાયન્સની AGMમાં આ 5 પ્રોડક્ટસે ખેંચ્યું સૌનું ધ્યાન

માત્ર, એટલું જ નહીં, રાજેશને ભારતના તેલંગાનામાં તેના ઘરે મોકલવા માટે તેને ફ્લાઇટની મફત ટિકિટ પણ આપવામાં આવી. સાથોસાથ ખર્ચ માટે 10 હજાર રૂપિયા પણ આપ્યા. તે મંગળવાર રાત્રે પોતાના શહેર પહોંચી ગયો છે. હવે તેણે 14 દિવસ સુધી કૉરન્ટિન રાખવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: July 16, 2020, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading