Home /News /national-international /Video:દુબઈના રાજકુમારની મર્સિડિઝ કાર પર પક્ષીએ ઇંડા મૂક્યા, આ પછી પ્રિન્સે એવું કર્યું કે તમને થશે આનંદ

Video:દુબઈના રાજકુમારની મર્સિડિઝ કાર પર પક્ષીએ ઇંડા મૂક્યા, આ પછી પ્રિન્સે એવું કર્યું કે તમને થશે આનંદ

દુબઈના રાજકુમારની મર્સિડિઝ કાર પર પક્ષીએ ઇંડા મૂક્યા

આ વીડિયોને 24 કલાકમાં 1 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે, લોકો ક્રાઉન પ્રિન્સની ઘણી પ્રશંસા કરી રહ્યા છે

દુબઈ : દુબઈના ક્રાઉન પ્રિન્સ (Dubai Crown Prince)અને કાર્યકારી પરિષદના અધ્યક્ષ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની (Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum)મર્સિડિઝ એસયુવીના વિંડશીલ્ડ પર એક પક્ષીએ માળો બાંધ્યો છે. તેમણે પોતાની કારનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પક્ષીએ બચ્ચાને જન્મ આપ્યો છે અને તે પોતાના બચ્ચાની દેખભાળ કરે છે.

પક્ષીએ ક્રાઉન્સ પ્રિન્સની કાર પર માળો બનાવ્યો હતો. તે વાતની ક્રાઉન્સ પ્રિન્સને ખબર પડી તો તેમણે કારને એક બાજુ મુકાવી દીધી હતી. જેથી પક્ષી શાંતિથી રહી શકે અને તેના બચ્ચાને કોઈ પરેશાની ના થાય. પ્રિન્સે બતાવ્યું હતું કે તે ત્યાં સુધી કારનો ઉપયોગ નહીં કરે જ્યાં સુધી ઇંડામાંથી બચ્ચા આવી ના જાય.

ઇંસ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં ક્રાઉન પ્રિન્સે પક્ષી અને તેના બચ્ચાને દેખાડ્યા છે. પ્રિન્સ શેખ હમદાદે ક્લિપને શેર કરતા લખ્યું કે ક્યારેય-ક્યારેક જીવનમાં નાની વસ્તુઓ પર્યાપ્તથી વધારે હોય છે. પ્રિન્સ દ્વારા શેર કરેલા આ વીડિયોને 24 કલાકમાં 1 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો - ભારત સિવાય અન્ય 5 દેશ પણ મનાવે છે 15 ઑગસ્ટના દિવસે પોતાની ‘આઝાદીનો ઉત્સવ’








View this post on Instagram






A post shared by Fazza (@faz3) on






વીડિયોમાં જોવા મળે છે કે બચ્ચા ઇંડામાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતાની માતા સાથે રમી રહ્યા છે. બચ્ચાને તેની માતા ખાવાનું પણ ખવડાવતી જોવા મળે છે.

લોકો ક્રાઉન પ્રિન્સની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તમે સાચે જ પ્રિન્સ છો. પક્ષીઓ માટે તમારા દિલમાં ઘણો પ્રેમ છે. અન્ય એક યૂઝરે લખ્યું કે તમારૂ દિલ સોનાનું છે. આજના જમાનામાં કોણ આટલી નાની વાત વિચારે છે. તમે જે કર્યું તેનાથી મારું દિલ ભરાઈ આવ્યું છે. તમને ઘણો બધો પ્રેમ.
First published:

Tags: Crown Prince, Dubai