વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન
ઘટના સ્થળની તસવીર

ઓક્સીજન સપ્લાય 30 મિનિટ નહીં પરંતુ આશરે બે કલાક સુધી બંધ રહ્યો હતો. જે સમયે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવ્યો હતો ત્યારે 171 દર્દીઓ ઓક્સીજન સપોર્ટ અને 67 દર્દીઓ વેન્ટિલેટર ઉપર હતા.

 • Share this:
  નાસિકઃ નાસિકમાં (Nasik) બુધવારે જાકિર હુસેન (Zakir Hussain Government hospital) નામની સરકારી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 22 દર્દીઓના મોત (corona patient died) અને 35 દર્દીઓની હાલત ગભીર થઈ હતી. આ મોટી દુર્ઘટના ઓક્સીજન ટેન્ક લીક (Oxygen tank leak) થવાના કારણે થઈ હતી. આ ટેન્કને રિપેર કરવામાં 30 મિનિટનો સમય લાગ્યો હતો. પરંતુ પરિવારજનોનું કહેવું છે કે ઓક્સીજન સપ્લાય 30 મિનિટ નહીં પરંતુ આશરે બે કલાક સુધી બંધ રહ્યો હતો. જે સમયે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવ્યો હતો ત્યારે 171 દર્દીઓ ઓક્સીજન સપોર્ટ અને 67 દર્દીઓ વેન્ટિલેટર ઉપર હતા. આ ઘટમાં સાક્ષીઓએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.

  2 કલાક સુધી બંધ રહ્યો ઓક્સીજન સપ્લાય


  દર્દુઘટનામાં જીવ ગુમાવનાર એક વ્યક્તિના પરિવારજનોએ જણાવ્યું કે તેના પરિવારના એક સભ્યને ગમાવ્યા હતા. જવાબદારી કોણ લેશે એ અંગેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, બપોરે 12.30 વાગ્યાની આસપાસ અચાનક ઓક્સીજન બંધ થઈ ગયો હતો.

  જેના કારણે તેમનો ભાઈ તડપી તડપીને મોતને ભેટ્યાં હતા. તેમને 10 દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓક્સીજન સિલિન્ડર ન હતો. જો સિલિન્ડર હોત તો તેમનો જીવ બચી શક્યો હોત.

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

  આરોપીના પરિવારે લગાવ્યો આરોપ
  આ ઉપરાંત પરિજનોએ એ પણ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં કાલે રાતથી જ ઓક્સીજનની અછત હતી. આજે ઓક્સીજનની સપ્લાય બંધ થી ગયો હતો. તેમણે ડ્યૂટી ઉપર હાજર મેડિકલ સ્ટાફને આ અંગે જાણ કરી હતી. પરિવારના લોકો હોસ્પિટલની નીચે આંટા ફેરા મારી રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  વહૂને આંખોની સામે તડતા જોયા
  ઓક્સીજન લીકની ઘટનામાં એક મહિલા પણ મોતને ભેટી હતી. જેમાં સસરાએ પોતાની આંખની સામે પુત્રવધૂએ જીવ ગુમાવ્યો હતો. ચાર દિવસ પહેલા જ વહૂને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હાલતમાં સતત સુધારો થઈ રહ્યો હતો. જ્યારે ઓક્સીન સપ્લાય બંધ થતાં તેની તબિયત લથડી હતી.  મહિલાના સસરાના જણાવ્યા પ્રમાણે તેમણે આંખોની સામે વહૂને તડતા જોઈ હતી. બીજી તરફ લોકો ભાગી રહ્યા હતા પરંતુ કોઈએ મદદ કરી ન હતી. હોસ્પિટલ તંત્રપણ આ અંગે જોઈ જવાબ આપતું ન હતું.
  Published by:ankit patel
  First published:April 21, 2021, 21:31 IST