ડી-કોલ્ડ ટોટલ, સેરિડોન સહિત 300 દવાઓ પર લાગી શકે છે પ્રતિબંધ

વર્ષ 2016માં, આરોગ્ય મંત્રાલયમાં 349 એફડીસી ( ફિક્સ ડોઝ કોમ્બીનેશન)ને બેન કરવામાં આવી હતી જેમાં સેરિડોન, કોરેક્સ, ડી કોલ્ડ ટોટલ, ફેન્સડિલ અને વિક્સ એક્શન 500 લોકપ્રિય બ્રાન્ડ્સ સામેલ હતી.

  • Share this:
    આરોગ્ય મંત્રાલય એક સમિતિની ભલામણ પર અમલ કરતા ટૂંક સમયમાં જ 300થી વધુ દવાઓ પર બેન લગાવી શકે છે. આ દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનની છે. સરકારના આ નિર્ણયથી અનેક મોટી કંપનીઓ પર અસર થઈ શકે છે. હાલ તો શક્યતા છે કે કંપનીઓ આ નિર્ણય સામે કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.

    સેરિડોન-ડી કોલ્ડ સહિત ૩૪૩ જેટલી દવાઓ બંધ થશે
    સમાચાર અનુસાર, દવા ટેકનિકલ સલાહકાર બોર્ડ (ડીટીએબી) ની ઉપ-સમિતિએ આ ભલામણ કરી છે કે 343 દવાઓ પર બેન લગાવવામાં આવે. આ નિર્ણયથી સિપ્લા અને લ્યુપીન સરીખી દવા દવા ઉત્પાદક કંપનીઓ સાથે સાથે અનેક કંપનીઓ પ્રભાવિત થશે. મંત્રાલય તરફથી જે દવાઓ પર બેન લાદવાની વાત સામે આવી રહી છે, તેમાં ફેન્સડિલ, સેરિડોન અને ડી'કોલ્ડ ટોટલ જેવી દવાઓ સામેલ છે.

    કફ સિરપથી લઇને પેઇન કિલર સુધીની દવાઓ સામેલ
    આગામી બે અઠવાડિયામાં આરોગ્ય મંત્રાલયને આ અહેવાલ મોકલવામા આવશે, જેના આધાર પર સરકાર નિર્ણય કરશે. એફડીસીમાં ચિકિત્સા દવાઓનું એક કોકટેલ હોય છે. ભારતમા કફ સિરપ, પેન કિલર અને ડર્મટાલૉજિકલ દવાઓ એફડીસીમાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં આરોગ્ય મંત્રાલયમાં 349 એફડીસીને બેન કરવામાં આવી હતી, જેમાં સેરિડૉન, કોરેક્સ, ડી કોલ્ડ ટોટલ, ફેન્સડિલ અને વિક્સ એક્શન 500 એક્સસ્ટ્રા જેવી લોકપ્રિય બ્રાન્ડ સામેલ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે ઉપયોગ કરવા માટે 'અસુરક્ષિત' છે. આ પગલાંથી અનુમાન લગાવવામાં આવ્યુ હતુ કે આશરે 6,000 દવા બ્રાન્ડ્સ પ્રભાવિત થશે અને 1 લાખ કરોડ ભારતીય દવા બજારમાં 3,000 કરોડથી વધુ નુકસાન થશે.

    આ નિર્ણય સામે 100થી વધુ ફાર્મા કંપનીઓનું કામ અટકી ગયુ હતુ, ત્યાર બાદ કોર્ટે તે વર્ષમાં આ દવાઓની બનાવટ અને વેચાણ બંધ કરી દીધુ હતુ. સરકારે આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઇ ગઇ હતી, જે ડિસેમ્બર 2017 માં અનિવાર્ય કર્યુ કે એફડીસીના ભાગ્યનો નિર્ણય ડીટીએબી કરશે.
    Published by:Bhoomi Koyani
    First published: