દવિન્દર સિંહે ખૂબ જ ચતુરાઈથી પોતાના પ્રમોશન માટે આ રીતે ચલાવ્યો હતો 'જુગાડ'

દવિન્દર સિંહે ખૂબ જ ચતુરાઈથી પોતાના પ્રમોશન માટે આ રીતે ચલાવ્યો હતો 'જુગાડ'
જો દવિન્દર સિંહ આતંકવાદીઓ સાથે ન પકડાયો હોત તો તેને SPનું પ્રમોશન મળવાની તૈયારી હતી

જો દવિન્દર સિંહ આતંકવાદીઓ સાથે ન પકડાયો હોત તો તેને SPનું પ્રમોશન મળવાની તૈયારી હતી

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં હિજબુલ મુજાહિદીન (Hizbul Mujahideen)ના આતંકવાદીઓ સાથે પકડાયેલા પોલીસ અધિકારી દવિન્દર સિંહ (DSP Davinder Singh)ને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દવિન્દર સિંહ ચાલાક હતા અને તેણે પોતાના પ્રમોશન માટે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રશાસિત પ્રદેશના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશ મુર્મૂ સાથે પણ વાત કરી હતી. LG સાથે મુલાકાત કરી તેમને જણાવ્યું હતું કે જીવને ખતરામાં મૂકીને તેણે દેશની સેવા કરી છે અને તેઓ સાચા દેશભક્ત છે. તેથી તેમને પ્રમોશન મળવું જોઈએ.

  LG સાથે થઈ હતી મુલાકાત  અંગ્રેજી અખબાર એશિયન એજના રિપોર્ટ મુજબ, એન્ટી હાઇજેકિંગ સ્ક્વૉડના સભ્ય હોવાના કારણે દવિન્દર સિંહ શ્રીનગરના એરપોર્ટ પર તૈનાત હતા. અહીં તક જોઈને તેણે એક દિવસે ગિરીશચંદ્ર મુર્મૂ સાથે મુલાકાત કરી. દવિન્દરે પોતાના વિશે મુર્મૂને જણાવ્યું હતું કે તેઓ હાલ DSP છે અને તેમને પ્રમોશન મળવું જોઈએ. અખબારે દાવો કર્યો કે ત્યારબાદ દવિન્દરની ફાઇલ ઝડપથી આગળ વધવા લાગી અને ટૂંક સમયમાં તેઓ પ્રમોટ થઈને SP બનવાના હતા, પરંતુ આતંકવાદીઓ સાથે પકડાઈ ગયા બાદ તેની તમામ કરતૂતો દુનિયાની સામે આવી ગઈ છે.

  પ્રમોશન માટે આ રીતે ફીટ કર્યો હતો જુગાડ

  અખબારે સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મુર્મૂ દિલ્હીથી શ્રીનગર પ્રવાસ કરી રહ્યા હતા. એરપોર્ટ પર દવિન્દરને જ લેફ્ટનન્ટ ગર્વનર મુર્મૂને રીસિવ અને સી ઑફ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ દરમિયાન તેણે તક જોઈને વીઆઇપી લૉન્જમાં LG સાથે મુલાકાત કરી. સિંહે આ દરમિયાન તેમને જણાવ્યું કે સ્પેશલ ઑપરેશન ગ્રુપમાં સામેલ રહ્યા છે, જ્યાં તેણે અનેક એન્ટી ટેરર ઑપરેશનને અંજામ આપ્યો. દવિન્દરે એવું પણ જણાવ્યું કે તેના અનેક ઑપરેશન સફળ રહ્યા. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે LGને પોતાનો ડાબો પગ પણ દર્શાવ્યો, જ્યાં તેને ગોળી વાગી હતી. તેણે કહ્યું કે, તે સાચો દેશભક્ત છે અને તેને પ્રમોશન મળવું જોઈએ.

  થોડા સમયમાં મળવાનું હતું SPનું પ્રમોશન

  કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ દવિન્દર સિંહની ફાઇલ ઝડપથી આગળ વધવા લાગી અને તેઓ ટૂંક સમયમાં પ્રમોટ થઈને SP બનવાના હતા, પરંતુ આતંકવાદીઓ સાથે પકડાયા બાદ દવિન્દરનો તમામ ખેલ ખતમ થઈ ગયો. હવે એનઆઈએ દ્વારા કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

  આ પણ વાંચો, આતંકવાદીઓને આશ્રય આપવા DSP દવિન્દર સિંહે બનાવ્યો હતો ખાસ અડ્ડો, વિદેશી એજન્સીઓ સાથે હતું કનેક્શન
  First published:January 18, 2020, 13:56 pm

  टॉप स्टोरीज