Home /News /national-international /VIDEO: દારૂના નશામાં ડંડો લઇને રસ્તા પર નીકળ્યો યુવક, ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યો તો ખરાબ રીતે માર માર્યો

VIDEO: દારૂના નશામાં ડંડો લઇને રસ્તા પર નીકળ્યો યુવક, ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યો તો ખરાબ રીતે માર માર્યો

યુવકે ટ્રાફિક કોન્સ્ટેબલને માર માર્યો

chhattisgarh news- કોન્સ્ટેબલના હાથ, પગ અને માથામાં ઇજા પહોંચી

છત્તીસગઢના (chhattisgarh)બલૌદા બજારમાં એક દારૂડીયાએ ટ્રાફિક કોન્સ્ટેબલની ડંડાથી પીટાઇ કરી છે. આરોપીએ કોન્સ્ટેબલને એટલો માર માર્યો કે ડંડો તૂટી ગયો હતો. મારપીટ દરમિયાન કોન્સ્ટેબલ (constable)તેને સમજાવતો રહ્યો હતો છતા પણ બદમાશ માન્યો ન હતો અને ગાળો આપતો રહ્યો હતો. આરોપી સતત બોલતો રહ્યો કે તેને રોકવાની હિંમત કેવી રીતે થઇ. કોન્સ્ટેબલે રસ્તા પર યુવકને નશામાં જોયો તો તેને રોક્યો હતો. કોન્સ્ટેબલેની ફરિયાદ પર આરોપીની ધરપકડ (arrest)કરી લીધી છે. એસપી ઇન્દિરા કલ્યાણ એલેસેલાએ કોન્સ્ટેબલને ઇનામ આપ્યું છે. એસપીએ કહ્યું કે જવાને ધીરજ બતાવી હતી. કોન્સ્ટેબલના હાથ, પગ અને માથામાં ઇજા પહોંચી છે.

સિટી કોતવાલી ક્ષેત્રના આંબેડકર ચોક પર ટ્રાફિક કોન્સ્ટેબલ મંજેશ સિંહ ડ્યૂટી પર હતા. આ દરમિયાન વિસ્તારમાં નશામાં ધૂત બદમાશ અનીશ ખાન હાથમાં ડંડો લઇને રસ્તા પર ફરી રહ્યો હતો. તેને આ રીતે રસ્તા પર જતા જોઈને ટ્રાફિક કોન્સ્ટેબલ મંજેશ સિંહે ટોક્યો હતો અને સાઇડમાં ચાલવા કહ્યું હતું. તેના પર અનીશ ખાન ભડકી ગયો હતો. આરોપ છે કે તેણે ડ્યૂટી પર જઈને કહ્યું કે તેને રોકવાની હિંમત કેવી રીતે થઇ અને કોન્સ્ટેબલને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો - સગીર પુત્રી પર ખરાબ નજર રાખતો હતો પ્રેમી, પ્રેમિકાએ પેટ્રોલ નાખીને પ્રેમીને સળગાવી દીધો

કોન્સ્ટેબલે અનીશને ગાળો આપવાની ના પાડી તો આરોપીએ ડંડેથી પીટાઇ શરૂ કરી હતી. કોન્સ્ટેબલને એટલો માર માર્યો હતો કે ડંડો તુટી ગયો હતો. આમ છતા કોન્સ્ટેબલ તેને કશું કહ્યું ન હતું. આ દરમિયાન કોઇએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. કોન્સ્ટેબલના હાથ, પગ અને માથામાં ઇજા પહોંચી હતી.
" isDesktop="true" id="1147554" >
એસપીએ મનપસંદ પોસ્ટિંગ આપી

જ્યારે આ વીડિયો એસપી ઇન્દિરા કલ્યાણ એલેસેલા પાસે પહોંચ્યો તો તેણે કોન્સ્ટેબલને બોલાવી વળતો કેમ જવાબ ના આપ્યો તે વિશે પૂછપરછ કરી હતી. કોન્સ્ટેબલે બલૌદાબજારમાં એક કાર્યવાહી દરમિયાન નશામાં એક યુવકને પકડીને બેસાડ્યો હતો. જે દરમિયાન તેનું મોત થયું હતું. જેમાં લગભગ 16 પોલીસ જવાનોને જેલમાં જવું પડ્યું હતું. તેનો હવાલો આપીને કોન્સ્ટેબલ ધીરજ રાખી હતી. તેણે વળતો જવાબ આપ્યો હોત કે મારપીટ કરી હોત તો સ્થિતિ બગડી શકતી હતી. આરોપી પહેલા જ ટલ્લી હતો. કોન્સ્ટેબલની ધીરજ જોતા એસપીએ 500 રૂપિયા પુરુસ્કૃત તરીકે આપ્યા અને મનપસંદ પોસ્ટિંગ આપી છે. હાલ આરોપી સામે કાનૂની કાર્યવાહી કરીને જેલ મોકલી આપવામાં આવો છે.
First published:

Tags: Chhattisgarh, Video viral