દારુ પીવા માટે પત્ની પાસે માંગ્યા પૈસા, ના પાડતા દારુડિયા પતિએ પત્નીના કાપી નાંખ્યા નાક અને હોઠ

પ્રતિકાત્મક તસવીર

દારૂડિયા પતિને છોડીને પત્ની બીજા વ્યક્તિ સાથે રહેતી હતી. જોકે, એ વ્યક્તિનું મોત થતાં પતિ ફરીથી તેની સાથે રહેવા આવ્યો હતો. અને હેલાની જેમ જ દારૂ પીને મારપીટ કરવા લાગતો હતો.

 • Share this:
  Jodhpur: રાજસ્થાનના (Rajasthan) જોધપુર શહેરમાં (jodhpur city) એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દારુડિયા પતિએ (drunk husband) ધારદાર હથિયાર વડે પોતાની પત્નીનું (Attack on wife) નાક અને હોઠ કાપી નાંખ્યાં હતા. કારણ કે દારુ પીવા માટે પતિએ પત્ની પાસે પૈસા માંગ્યા હતા. જોકે, પત્નીએ પૈસા આપવા માટે ઇન્કાર કરી દીધો હતો. આમ દારુડિયા પતિને ગુસ્સો આવ્યો અને આવું કારસ્તાન કરી નાંખ્યું હતું. ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાએ હોસ્પિટલમાંથી (hospital) પોલીસને ફોન કર્યો (police) હતો. અને પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.

  ઉલ્લેખનીય છે કે આ મામલો જોધપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર રામકૃષ્ણ પ્રમાણે ગુજરાતી કોલોનીમાં રહેનારા 45 વર્ષીય એક મહિલાએ આ અંગે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે તેના પતિ સવારથી આખો દિવસ દારુ પી રહ્યો હતો. સાંજે તેણે દારૂ પીવા માટે ફરીથી મહિલા પાસે પૈસા માંગ્યા તો મહિલાએ રૂપિયા આપવા માટે ના પાડી દીધી હતી.

  આ વાતથી પતિ નારાજ થઈ ગયો હતો અને તેણે ધારદાર હથિયારથી નાક ઉપર વાર કર્યો હતો અને તેના નાક અને ચહેરા ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ અનુસાર મહિલાએ તેના પતિ બાબૂલાલને છોડી દીધો છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

  આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

  મહિલા છેલ્લા કેટલાક સમયથી અન્ય એક વ્યક્તિ સાથે રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે વ્યક્તિનું નિધન થયું હતું. ત્યારબાદ બાબૂલાલ ફરીથી મહિલા સાથે રહેવા લાગ્યો હતો.

  આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડતી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

  આ પણ વાંચોઃ-ધો.7ના વિદ્યાર્થી સાથે પરિણીત મહિલાને થયો પ્રેમ, ત્રણ બાળકો અને પતિને છોડી થઈ ફરાર

  આરોપી બાબૂલાલ પહેલાની જેમ જ દારૂ પીને મારપીટ કરવા લાગતો હતો. મહિલા અને બાબુલાલના બે સંતાનો છે અને નિધન થયેલા એ વ્યક્તિનું પણ એક બાળક છે. બાબુલાલે મહિલા સાથે મારપીટ કરી અને દારુ પીવા માટે પૈસા માંગ્યા હતા.  આખો દિવસ દારૂ પીને સાંજે પણ પૈસા માંગ્યા તો તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ તક મળતા જ જ્યારે તેની પત્ની સુતી હતી ત્યારે તેણે ધારદાર હથિયારથી વાર કરીને કર્યો હતો. બાબુલાલને પોલીસે ધરપકડ કરી હતી. અને હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published: