ફ્લાઇટ ઉપડવાના કલાક પહેલા મહિલાએ ઢીંચ્યો એક બોટલ દારૂ, માસ્ક મામલે લવારી બાદ ક્રૂ મેમ્બર્સે નીચે ઉતારી દીધી

મહિલા.

મહિલા દારૂના નશામાં હતી અને માસ્ક પહેરવા મામલે કેબિન ક્રૂ સાથે ઝઘડો કર્યો હતો. આખરે એરલાઇન કંપનીએ મહિલાને નીચે ઉતારી દીધી હતી.

  • Share this:
    નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસે (Coronavirus) દુનિયાને બદલી નાખી છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારો નોધારા બની ગયા છે. આ તમામ વચ્ચે પણ અમુક લોકો કોરોનાને ગંભીરતાથી લેવા માટે તૈયાર નથી હોતા. આવા જ એક બનાવમાં એક 34 વર્ષીય મહિલાને માસ્ક (Mast) ન પહેરવા બદલ ફ્લાઇટ (Flight)માંથી નીચે ઉતારી દેવામાં આવી હતી. મહિલા દારૂના નશામાં હતી અને માસ્ક પહેરવા મામલે કેબિન ક્રૂ (Cabin Crew) સાથે ઝઘડો કર્યો હતો. આખરે એરલાઇન કંપનીએ મહિલાને નીચે ઉતારી દીધી હતી.

    વિગતે જોઈએ તો હેલી બોક્સ વ્યવસાયે બ્યૂટિશિયન છે. તેણી પોતાની એક મિત્રને સાંત્વના આપવા માટે વિમાનમાં સવાર થઈને ઈબીઝા ખાતે જઈ રહી હતી. ત્રીજી સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટર એરપોર્ટ ખાતે ફ્લાઇટ પકડતા પહેલા તેણી એક હોટલમાં ગઈ હતી અને અહીં દારૂની આખી બોટલ ઢીંચી ગઈ હતી. જે બાદમાં તેણીએ એક કલાક જેટલી ઊંઘ લીધી હતી. જે બાદમાં એરપોર્ટ ખાતે પણ તેણીએ હેંગઓવર ઉતારવા માટે વધુ એક પેગ દારૂ પીધી હતો.

    આ પણ વાંચો: રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!

    મહિલા જ્યારે વિમાનમાં પોતાની સીટ પર પહોંચી ત્યારે ક્રૂ મેમ્બર્સે તેણીને વારંવાર માસ્ક પહેરવા માટે વિનંતી કરી હતી અને તેણીનો પાસપોર્ટ માગ્યો હતો. જોકે, મહિલા માસ્ક પહેરવા માટે તૈયાર ન હતી. જે બાદમાં Ryanair flighના ક્રૂએ મહિલાને એવી ચીમકી ઊચ્ચારી હતી કે જો તેણી માસ્ક નહીં પહેરે તો તેઓ પોલીસને બોલાવશે. જોકે, મહિલા કોઈનું માની ન હતી અને પોતાનો સિટ બેલ્ડ બાંધીને બેસી ગઈ હતી. જ્યારે પોલીસ વિમાનની અંદર પહોંચી ત્યારે તેણી ખૂબ ઉગ્ર થઈ ગઈ હતી.

    આ પણ વાંચો: અમદાવાદ: ગાડીમાં કિંમતી વસ્તુઓ મૂકતા પહેલા ચેતજો, વાંચો ચેતવણીરૂપ કિસ્સો

    પ્રોસિક્યૂટર રચેલ ડિક્સને ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કેબિન મેનેજરે મહિલાને માસ્ક પહેરવા માટે કહ્યું હતું પરંતુ તેણીએ એવું કર્યું ન હતું. કેબિન મેનેજરનું કહેવું છે કે મહિલા તેની સૂચનાઓનું પાલન કરતી ન હતી. મહિલાને અનેક વખત પોતાનો પાસપોર્ટ આપવા માટે પણ કહેવાયું હતું પરંતુ તેણીએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. જે બાદમાં કેબિન ક્રૂ તરફથી મુસાફરને નીચે ઉતારવાનું કહેવાયું હતું."

    આ પણ વાંચો: પાટણ: પ્રાથમિક શાળામાં છરીની અણીએ કિશોરી પર સામુહિક દુષ્કર્મ, નરાધમોએ વીડિયો વાયરલ કર્યો

    આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે, "તેણીએ પૂરતી ઊંઘ ન કરી હોવાથી આવી હરકત કરી હતી. આ ઉપરાંત તેણીએ ભોજન લીધું ન હતું અને ફટાફટ વધારે માત્રામાં દારૂ પી લીધો હતો. આ એક અકસ્માત જ હતો."
    Published by:Vinod Zankhaliya
    First published: