ઘણી વખત મોજ મસ્તીમાં કરેલા સ્ટંટ (Deadly Stunts) લોકોને ભારે પડી જાય છે એવી જ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સામે આવી છે. જેમાં હોલિકા દહન(Holika Dahan) પહેલા નશામાં ધૂત એક વ્યક્તિ છરી સાથે લઈને નાચતો હતો.દરમિયાન વ્યક્તિની છાતી(Drunk Man Killed Himself)માં છરા મારવાની એક્ષને લોકોને અચંબિત કરી દીધા.
ઈન્દોરઃ ઘણી વખત લોકોને મિત્રો વચ્ચે મસ્તીમાં હિરો બનવાના નાટકો કરવા ખૂબ ભારે પડે છે. એક્શન બતાવવાના ચક્કરમાં વ્યક્તિ કંઈક એવું કરી બેસે છે જેનાથી તેનો જીવ પણ જાઈ શકે છે. હાલમાં જ મધ્યપ્રદેશના ઈન્દોર (Indore) જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં હોલિકા દહનના કાર્યક્રમમાં એક નશામાં ધૂત વ્યક્તિ ચપ્પુ લઈને નાચતો હતો. ડાન્સ (Dance) કરતી વખતે આ વ્યક્તિએ છાતીમાં છરા મારવાનો સ્ટંટ બતાવ્યો હતો. પરિણામે નશામાં ધૂત વ્યક્તિએ પોતાને ભારે ઇજા પહોંચાડી હતી. તેને ઈજાના પગલે તાત્કાલિક પાછળથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત (Drunk Man Killed Himself) નિપજ્યું હતું.
બાણગંગા પોલીના જણાવ્યા અનુસાર, કુશવાહ નગરના રહેવાસી 38 વર્ષીય ગોપાલ, પિતા નારાયણ સોલંકી નશામાં હતા અને ગુરુવારે બપોરે 3 વાગ્યે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ડીજે પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ગીત પર તેણે છરી કાઢી અને નાચતા નાચતા જ છરી છાતીમાં મારવાની એક્ટીંગ શરૂ કરી.
છાતીમાં 3, 4 વાર મારવાની એક્ષન દરમિયાન છરી ગોપાલની છાતીમાં ઊંડે સુધી ઘુસી ગઈ હતી, જેના કારણે તેની છાતીમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જો કે, આ પછી તરત જ તેના મિત્રો તેને નજીકની ઓરોબિંદો હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યુ હતું. આ ઘટના દરમિયાન પરિવારના સભ્યો ડાન્સનો વીડિયો બનાવી રહ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.
A man succumbed to injuries in Indore, he was dancing with a knife in his hand during holi celebrations stabbed himself, he was taken to a hospital where the doctors declared him dead @ndtv@ndtvindiapic.twitter.com/7tbGC9T9BB
આ વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ આઘાતજનક વીડિયો પરથી શીખ પણ મળી રહી છે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ વ્યક્તિએ નશામાં પોતાનો આમ જીવ ગુમાવ્યો હોય. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં વ્યક્તિ નશામાં કંઈક એવું કરે છે, જેના કારણે તેનો જીવ જાય છે.
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મિત્રોનું ટોળુ નશાની હાલતમાં ગીતોના તાલે જુમી રહ્યો છે. જેમાં મસ્તી મસ્તીમાં જ શખ્સ ચપ્પુ કાઢીને પોતાને જ મારી છે. લોહી નીકળતુ જોઈ ડરી ગયેલી મહિલા અન્યને બોલાવે છે. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છતા ગોપાલનો જીવ બચતો નથી. લોકો આ વીડિયો જોઈને આલ્કોહોલ ના પીવા લોકોને વિનંતી કરી રહ્યા છે. એકે લફ્યું છે કે આલ્કોહોલ એનેસ્થેસિયા જેવું કામ કરે છે જેથી તેને ચપ્પુ વાગયાનો પણ એહસાસ નહિ થયો હોય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર