ચમત્કાર! દારૂના નશામાં ટલ્લી યુવક 110 ફૂટ ઉંડા કૂવામાં પડ્યો, આવી રીતે બચ્યો જીવ

ઘાયલ શ્રમિકની તસવીર

Rajasthan charu news: ફ્રાંસા-ચારણવાસી માર્ગ ઉપર જંગલમાં બનેલા 110 ફૂટ ઉંડા કૂવામાં પડ્યો હતો. નશામાં ધૂત મજૂર કૂવામાં જ આખી રાત પડી રહ્યો હતો. બપોરે જ્યારે ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા ત્યારે અનિલનો અવાજ સાંભળીને કૂવા તપાસ ગયા હતા.

 • Share this:
  ચરુઃ કહેવાય છે કે જાકો રાખે સાંઈયા માર સકે ના કોય.. રાજસ્થાનના (Rajasthan news) ચરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ફ્રાંસા-ચારણવાસીમાં એક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં જંગલમાં બનેલા 110 ફૂટ ઉંડા કૂવામાંથી (drunk man falls into well) એક 35 વર્ષીય શ્રમીક યુવકને જીવતો બહાર કાઢ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે યુવક દારૂના નશામાં ટલ્લી હતો અને તેને કૂવાનો ખ્યાલ આવ્યો ન હતો જેથી તે 110 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના શ્યોપુરા ગામના રહેતા અનિલ જાટ, રતનગઢના ગામ ફ્રાંસા-ચારણવાસી માર્ગ ઉપર જંગલમાં બનેલા 110 ફૂટ ઉંડા કૂવામાં પડ્યો હતો. નશામાં ધૂત મજૂર કૂવામાં જ આખી રાત પડી રહ્યો હતો. બપોરે જ્યારે ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા ત્યારે અનિલનો અવાજ સાંભળીને કૂવા તપાસ ગયા હતા. અને ગ્રામીણોએ કૂવા પાસે ઊભા રહીને અવાજ લગાવ્યો હતો. અંદરથી મજૂર બૂમો પડતો હતો. ત્યારબાદ ગ્રામીણોએ તેને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

  સબ ઇન્સ્પેક્ટર અનુસાર મજૂર દારૂના નશામાં હતો અને તે કૂવામાં પડ્યો હતો આખી રાત કુવામાં પડી રહ્યો હતો. બીજા દિવસે બપોરે ગ્રામીણોએ તેને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બીકાનેર રેફર કર્યો હતો. વઅનિલના હાથે અને પાંસળીઓમાં ઈજાઓ પહોંચી હતી. શરીના કેટલાક ભાગોમાં ફ્રેક્ચર થયું હતું. ડોક્ટર મહેન્દ્ર ઘોડેલાના જણાવ્યા પ્રમાણે મજૂરની હાલત ખતરાની બહાર છે. ગ્રામિણોએ જણાવ્યું કે અનિલ ગામની નજીક ફાર્મ હાઉસમાં કામ કરતો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

  આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

  આ પણ વાંચોઃ-"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

  ઉલ્લેખનીય છે કે ચરુ જીલ્લામાં ગુરુવારે પણ એક યુવક 120 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. ગુરુવારે ચુરુ (Churu) જિલ્લા મુખ્યાલયમાં ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે ધાનુકાના કુંવા પાસ 25 વર્ષનો એક યુવક મોબાઈલ (Mobile Accident) પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક વાતો કરતા કરતા 120 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી ગયો. 150 વર્ષ જૂના કૂવામાં યુવક પડવાના સમાચાર શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા અને જોત જોતામાં લોકોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા.

  માહિતી મળ્યા બાદ કોતવાલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વોર્ડના રહેવાસીઓની મદદથી યુવકને સખત મહેનત બાદ દોરડાની મદદથી કૂવામાંથી બહાર કા્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં યુવાનનું મોત થઈ ચૂક્યું હતું. સંસાધનોના અભાવે, 120 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં લગભગ બે કલાક લાગ્યા. મૃતકની ઓળખ વોર્ડ 52ના દિનેશ ઉર્ફે મીકુ સૈની તરીકે થઈ છે. કોતવાલી પોલીસે મૃતદેહને કબ્જામાં લીધો હતો અને સરકારી ભરતીયા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો. ત્યાં સંબંધીઓની હાજરીમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
  Published by:ankit patel
  First published: