Drink OMG... પહેલા ઢીંચ્યો બારમાં જઈ ને દારૂ, પછી રસ્તા પર દે ધનાધન! મુક્કા ને પાટા
Drink OMG... પહેલા ઢીંચ્યો બારમાં જઈ ને દારૂ, પછી રસ્તા પર દે ધનાધન! મુક્કા ને પાટા
ભોપાલ ગર્લ ફાઈટ
drunk girl fighting : ભોપાલ (Bhopal) ના એક બારમાં પહેલા છોકરીઓએ બોયફ્રેન્ડ સાથે શરાબનું સેવન કર્યું. ત્યારપછી ત્યાંથી નીકળ્યા બાદ કોઈ વાતને લઈને અંદરોઅંદર ઝગડો થયો. એકબીજાના વાળ પકડીને મારપીટ કરવા લાગી. ત્યાંજ પોલીસ આવી પહોંચી અને બધાને પોલીસ સ્ટેશન લઈજવામાં આવ્યા. ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરાવી અંદરોઅંદર સમાધાન કરી છોડી મુક્યા.
ભોપાલ : રાજધાની ભોપાલ (Bhopal) માં રસ્તા વચ્ચે ખુબ તમાસો જોવા મળ્યો. મામલો એ મોલની બહારનો છે. અહીં અચાનકજ રુપસુંદરીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઈ. તેઓએ એકબીજા ઉપર જોરશોરથી લાત મુક્કા માર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધા મોલ ના બાર માં એકબીજા સાથે હતા અને તેઓની વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થયો.
ભોપાલના એક બારમાં પહેલા છોકરીઓએ બોયફ્રેન્ડ સાથે શરાબનું સેવન કર્યું. ત્યારપછી ત્યાંથી નીકળ્યા બાદ કોઈ વાતને લઈને અંદરોઅંદર ઝગડો થયો. એકબીજાના વાળ પકડીને મારપીટ કરવા લાગી. ત્યાંજ પોલીસ આવી પહોંચી અને બધાને પોલીસ સ્ટેશન લઈજવામાં આવ્યા. ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરાવી અંદરોઅંદર સમાધાન કરી છોડી મુક્યા.
રસ્ત્તા વચ્ચે સટાસટી
આ તમાશો હોસંગાબાદ રોડ પર એક મોલની બહાર થતો હતો. આ યુવતીઓને લાતો મારવાનો અને મુક્કા મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. News18 આ વીડિયોને સમર્થન આપતું નથી. વીડિયોમાં ચાર-પાંચ છોકરીઓનું ટોળું છે. તેમાંથી એક અન્ય યુવતી પર હુમલો કરતી જોવા મળે છે. થોડીવાર માટે એક છોકરી બીજીને મારે છે અને પછી તેમની વચ્ચે જોરદાર લાત અને મુક્કા ચાલે છે. એટલુંજ નહિ બંને યુવતીઓએ એકબીજાના વાળ પણ પકડ્યા છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. આ સમયે નજીક ઉભેલો તેનો બોયફ્રેન્ડ પણ ત્યાં આવે છે અને બચાવ કરે છે.
જણાવામાં આવી રહ્યું છે કે યુવતીઓ નશાની હાલતમાં ચૂર હતી. તેણીઓએ પોતાના બોયફ્રેન્ડ સાથે ખુબ દારૂ પીધેલો હતો. મિસરોડ પોલીસને જયારે આ ઝગડાની ખબર પડી કે તરતજ પોલીસ ત્યાં પહોંચી અને તમામને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તમામ માફી માંગવા લાગ્યા. બાદ માં તમામનું મેડિકલ ચેકઅપ થયું અને જેમની વચ્ચે ઝગડો હતો તેમનની વચ્ચે સમાધાન કરાવામાં આવ્યું. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી તમામને છોડી મુકવામાં આવ્યા. તમામ છોકરા-છોકરીઓ ભોપાલના ગાંધીનગર, ટીલા, જમાલપુર અને શાહપુરના રહેવાશી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર