Home /News /national-international /

Video: નશામાં ટલ્લી યુવતીએ કારથી ડિલિવરી બોયને કચડ્યો, યુવકનું ઘટના સ્થળે જ મોત

Video: નશામાં ટલ્લી યુવતીએ કારથી ડિલિવરી બોયને કચડ્યો, યુવકનું ઘટના સ્થળે જ મોત

યુવતીઓએ કારથી ડિલિવરી બોયને કચડ્યો

Girls car hit Delivery Boy: કાર ચલાવતી યુવતી દારુના નશામાં હતી. જેને સરખી રીતે ઊભી રહેવાની પણ સ્થિતિ ન હતી. તેની સાથે અન્ય ત્રણ બહેનપણીઓ હતી. જેના આ જ હાલ છે.

    ઇન્દોરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh news) ઇન્દોરમાં (Indore news) અત્યારના દિવસોમાં ગુનાખોરીનો (crime) વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઇન્દોરના એબી રોડ ઉપર મોડી રાત્રે નશામાં ટલ્લી યુવતીઓની કાર ત્રણ પલટી ખાઈને સ્વિગીના ડિલિવરી બોયને (Swiggy's Delivery Boy) ટક્કર મારી તેના માથા ઉપરથી પસાર થઈ હતી. આ દર્દનાક ઘટનામાં ડિલિવરી બોયનું (Girls car hit Delivery Boy) ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે કાર ચલાવતી યુવતી દારુના (Drunk girl drive car) નશામાં હતી. જેને સરખી રીતે ઊભી રહેવાની પણ સ્થિતિ ન હતી. તેની સાથે અન્ય ત્રણ બહેનપણીઓ હતી. જેના આ જ હાલ છે.

    મળતી માહિતી પ્રમાણે દુર્ઘટના બાદ લોકોના ટોળાએ ચારેય યુવતીઓને ઘેરી લીધી હતી. અને કારમાં તોડફોડ કરી હતી. અંતે પોલીસ આી અને તેમને છોડાવી હતી. આ આખા મામલા બાદ રાજેન્દ્રનગર પોલીસે જણાવ્યું કે મૃતક ડિલિવરી બોયની ઓળખ 39 વર્ષીય દેવીલાલના રૂપમાં થઈ હતી. કાર વિજયનગરથી ટ્રેઝર ટાઉન તરફ જઈ રહી હતી.

    રાજેન્દ્રનગર બ્રિજ પાસે બાઈક ઉપર ડિલિવરી બોય જઈ રહ્યા હતો. ત્યારે કારે ટક્કર મારી હતી. ત્યારબાદ કાર તેના માથા ઉપરથી જતી રહી હતી. આ મામલે પોલીસનું કહેવું છેકે MIGમાં રહેનારી ગાર્ગી માહેશ્વરી ચલાવી રહી હતી. જ્યારે કાર નિતિન માહેશ્વરીના નામ ઉપર રજીસ્ટર છે.

    આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

    આ પણ વાંચોઃ-સાવધાન! સુરતના પોશ વિસ્તારમાં કામ પહેલા જ દિવસે બે નોકરાણીઓ 20 લાખનો કર્યો હાથફેરો, સીતા-તારા ઝડપાઈ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

    ગાર્ગીની સાથે તેની ત્રણ સહેલીઓ પણ કારમાં હતી. ચારે કોઈ પાર્ટીમાં જઈને આવી હતી. આ ઘટના થતાં જ લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી. આ વચ્ચે યુવતીઓા પરિજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ લોકોએ યુવતીઓને લઈને પોલીસ સ્ટેશન જવાની વાત કરી હતી.



    યુવતીઓની કાર એટલી સ્પીડમાં હતી કે કારે ત્રણ પલટી ખાઈને ડિલિવરી બોય ઉપર પડી હતી. યુવતીઓ નશામાં એટલી ટલ્લી હતી કે કારમાંથી બહાર પણ ન્હોતી નીકળી શકી. પોલીસના જણાવ્યા પ્રમાણએ ગાર્ગી વિજયનગરમાં પાર્ટી કરીને યુવતીઓને ઘરે મૂકવા માટે જતી હતી.  ઉલ્લેખનીય છે કે યુવતીઓના વીડિયો તાજેતરમાં ખુબજ વાયરલ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં યુવતીનો પણ કાર ડ્રાઈવરને મારતો વીડિયો વાયરલ થયો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Car accident, Madhya pradesh, Video

    આગામી સમાચાર