ઉત્તર પ્રદેશઃ નશામાં ધૂત પિતાએ સગીર પુત્રી ઉપર આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

સગીરાની માતા પોતાના પિયર ગઈ હતી ત્યારે નશામાં ધૂત પિતાએ પોતાની સગિર પુત્રીને હવશનો શિકાર બનાવી હતી.

 • Share this:
  અત્યારે પિતા દ્વારા પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદશમાં (Uttar Prades)બની છે. ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના એક ગામમાં નશામાં ધૂત પિતાએ (father) પોતાની સગીર પુત્રી (minor daughter) ઉપર દુષ્કર્મ (rape) આચર્યું હતું.

  ઘટના બની ત્યારે સગિરાની માતા પોતાના પિયર ગઈ હતી. પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે (Police) આરોપી પિતા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચોઃ-નવો પ્લાન! પૂર અને અન્ય કુદરતી આપદામાં થયેલા નુકસાનનું વળતર આપશે મોદી સરકાર

  આરોપી પિતા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. પાંચ ડિસેમ્બરે પિતા તેની પત્ની સાથે શ્રાવસ્તી જિલ્લાના ગિલૌલા ગયા હતા. સાત ડિસેમ્બરે તે પત્નીને પીયર મુકીને પરત ઘરે આવ્યો હતો. તેના બાળકો ઘરે એકલા હતા. શનિવારે મોડી રાત્રે તે નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો. ત્યારે નશામાં ધૂત પિતાએ પોતાની 13 વર્ષીય પુત્રીને કમરથી ઉઠાવીને પોર્ચમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. પુત્રીએ બુમો પાડતા તેનો ભાઈ જાગી ગયો હતો.

  આ પણ વાંચોઃ-લોહી કરતા ડુંગળી મોંઘી! સુરતમાં શિવ સેનાએ રક્તદાતાઓને ભેટમાં આપ્યા કાંદા

  પુત્રના વિરોધ બાદ ડરેલી પુત્રીએ પોતાના બચાવમાં પડોશીના ઘરમાં ઘૂસી ગઈ હતી. નશેડી પિતા ત્યાં પહોંચીને પુત્રી માટે બુમો પાડવા લાગ્યો હતો. જેથી આસપાસના લોકોએ પીડિતાની માતાને આ અંગે જાણકારી આપી હતી. જાણકારી મળતા જ રાત્રે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આરોપી પિતાની અટકાય કરી હતી.

  આ પણ વાંચોઃ-ઇનકમ ટેક્સમાં છૂટ આપવાની તૈયારીમાં મોદી સરકાર, નાણામંત્રીએ આપ્યા સંકેત

  પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે પંજાબમાં પણ તેના પતિએ પુત્રી સાથે આવી હરકત કરી હતી. ત્યારબાદ બાળકો તેને માર્યો હતો પરંતુ તે સુધર્યો નહી. પોલીસ અધિકારીએ જણાવ્યં કે, પીડિતાની માતાની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ કેસ નોધીને તેની ધરપકડ કરવામાં આવી છે. અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે પણ મોકલી આપી હતી.
  Published by:ankit patel
  First published: