Home /News /national-international /મુંબઈમાં 1476 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, ફિલ્મ સ્ટાઈલમાં થઈ રહી હતી તસ્કરી

મુંબઈમાં 1476 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, ફિલ્મ સ્ટાઈલમાં થઈ રહી હતી તસ્કરી

ડીઆરઆઈએ મુંબઈમાં 1475 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

મુંબઈના વાશીમાં DRIએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે. ડીઆરઆઈના જણાવ્યા મુજબ 198 કિલો ક્રિસ્ટલ મેથમફેટામાઈન અને 9 કિલો કોકીન પકડાયું છે. તેની બજાર કિંમત 1476 કરોડ છે. આ ડ્રગ્સને વિદેશી સંતરાના આડમાં લાવવામાં આવી રહ્યું હતું. પ્રાપ્ત માહતી મુજબ, ડીઆરઆઈની ટીમને માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટા પ્રમાણમાં ક્રિસ્ટલ મેથમફેટામાઈન અને કોકીનની તસ્કરી થઈ રહી છે.

વધુ જુઓ ...
મુંબઈ: મુંબઈના વાશીમાં DRIએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે. ડીઆરઆઈના જણાવ્યા મુજબ 198 કિલો ક્રિસ્ટલ મેથમફેટામાઈન અને 9 કિલો કોકીન પકડાયું છે. તેની બજાર કિંમત 1476 કરોડ છે. આ ડ્રગ્સને વિદેશી સંતરાના આડમાં લાવવામાં આવી રહ્યું હતું. પ્રાપ્ત માહતી મુજબ, ડીઆરઆઈની ટીમને માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટા પ્રમાણમાં ક્રિસ્ટલ મેથમફેટામાઈન અને કોકીનની તસ્કરી થઈ રહી છે.

ટીમે વાશીની પાસે ટ્રકને ઘેરી લીધો અને શોધખોળ શરૂ કરી. શોધ કરતા ખબર પડી કે ટ્રકમાં વૈલેંશિયાના સંતરા જઈ રહ્યાં છે. તે પછી બોક્સોને ખોલ્યા તો તેમાંથી ડ્રગ્સ નીકળ્યું. તપાસમાં ખ્યાલ આવ્યો કે વિદેશી સંતરાની આડમાં 198 કિલો ક્રિસ્ટલ મેથમફેટામાઈન અને 9 કિલો કોકીનની તસ્કરી કરવામાં આવી રહી હતી. ડીઆરઆઈએ જણાવ્યું કે તસ્કરોને પકડી લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એનસીબીએ પકડી હતી બ્લેક કોકીન

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ એનસીબીના મુંબઈ ઝોને મોટા પ્રમાણમાં બ્લેક કોકેન જપ્ત કર્યું હતું. ત્રણ કિલોગ્રામથી વધુના આ બ્લેક કોકેનની ઈન્ટરનેશનલ બજારમાં કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. એનસીબી મુંબઈના જણાવ્યા મુજબ બ્લેક કોકીનને પકડવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેની સ્મેલને સ્નીફર ડોગ પણ પકડી શકતા નથી. તેની પાછળનું મોટું કારણ એ હોય છે કે સામાન્ય કોકીનમાં સ્મેલ આવે છે. પરંતુ બ્લેક કોકીનમાં બિલકુલ પણ સ્મેલ આવતી નથી, આ કારણે તેને પકડવું ખૂબ જ મુશ્કેલ હોય છે. બ્લેક કોકીનનું પ્રથમ વખત ભારતમાં સ્મગલિંગ કરવામાં આવ્યું છે.

પિન-પોઈન્ટ ઈન્ફોર્મેશન હતી

એનસીબી અધિકારીના જણાવ્યા મુજબ આ બ્લેક કોકેન વિશે અમારી પાસે પિન-પોઈન્ટ ઈન્ફોર્મેશન હતી. તેમણે જણાવ્યું કે બ્લેક કોકીન મુંબઈથી ગોવા જવાનું હતું. એનસીબીએ કહ્યું હતું કે ઓપરેશન સતત ચાલુ હતું. એનસીબીએ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે બ્યુરોએ બ્રાઝીલથી આવતા 3.20 કિલોગ્રામ ઉચ્ચ શ્રેણીનું કાળું કોકેન જપ્ત કર્યું છે. આ બધું એક અભિયાન અંતર્ગત શક્ય થયું છે.
First published:

Tags: Bollywood drugs, Drug Addiction, Drug Case