કસ્ટમ વિભાગ રોજની જેમ જ ચેન્નઇ એરપોર્ટ પર ચેકિંગ કરી રહ્યું હતું તે દરમિયાન કસ્ટમ અધિકારીઓની નજર ઓસ્ટ્રેલિયા જઇ રહેલા મસાલાના પેકેટ્સ પર પડી. આ તમામ પેકેટ્સ મરચા અને સાંભાર મસાલાના હતા. 100 અને 50 ગ્રામના આ પેકેટ્સ જોઇને અધિકારીઓને શંકા ગઇ. અને જ્યારે તેમને એક, પછી બીજુ એમ કરીને તમામ પેક્ટસને કાપીને જોયા તો ઓફિસર પણ આશ્ચર્યચક્તિ રહી ગયા. પેકેટ્સમાં મસાલાની જગ્યાએ ડ્રગ્સ હતું. અને આવા કુલ 37 પેકેક્ટસ કસ્ટમ અધિકારીઓને મળી આવ્યા. સાથે જ ચાર લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ ભારતના હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક એર હોસ્ટેસ હવાલાની રકમ સાથે પકડાઇ હતી. તે સિલ્વર ફોઇલમાં ડોલરને લઇને જવાનો પ્રયાસ કરી રહી હતી. પણ તપાસ દરમિયાન તે પકડાઇ ગઇ. સુરક્ષા એજન્સીથી જોડાયેલા સુત્રોએ જણાવ્યું કે આ સિવાય પણ અનેક રીતે હવાલાના પૈસાને બીજા દેશોમાં મોકલવામાં આવે છે. લોકો સૂટકેસના સાઇડમાં તેવા ખાના બનાવે છે જ્યાં પૈસા રાખવામાં આવે.
અને તેમાં નોટાને સંતાડીને બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. આને સંતાડવા માટે ઉપર પતળી ચાદર લગાવવામાં આવે છે. અને તેની પર બીજો સામાન રાખી દેવામાં આવે છે. જેથી સેક્નરમાં ખાલી ઉપરનો સામાન જોવા મળે. પણ મેટલની આ ચાદર કાળા ડાઘ જેવી દેખાય છે. માટે સામાન્ય રીતે આમ કરવા જતા પકડાતું નથી.
હવાઇ માર્ગે મોટી માત્રામાં નશીલા પાઉડરને દેશમાં લાવવામાં આવી છે. નશીલા પાવડરને પકડવા માટે ડૉગ સ્કોવર્ડની એક રીત છે જેનાથી ડ્રગ્સને પકડવામાં આવે છે.
નશીલા પાઉડરની દાણચોરી માટે ધણીવાર તેને દૂધમાં મિક્સ કરવામાં આવે છે. જેથી કસ્ટમ અધિકારીઓને શંકા ના જાય. જેને પાછળથી કેમિકલના ઉપયોગથી પાણીથી અલગ કરવામાં આવે છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર