Drugs case:NCBની 5 સભ્યોની ટીમ સમક્ષ હાજર થયા સમીર વાનખેડે, આરોપો ફગાવ્યા

સમીર વાનખેડેની ફાઈલ તસવીર

Sameer Wankhede Case: ડ્રગ કેસ(Drugs Case) સાક્ષી પ્રભાકર સૈલે એનસીબી ઝોનલના ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર આર્યન ખાન (Aryan Khan)ને મુક્ત કરવા માટે 25 કરોડ રૂપિયાની ડીલ કરવાનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ મુંબઈ ક્રુઝ ડ્રગ પાર્ટી (Mumbai cruse drugs party) કેસ વચ્ચે NCB ઝોનલના ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede Case) બુધવારે મુંબઈમાં એજન્સીની 5 સભ્યોની ટીમ સમક્ષ હાજર કરાયા હતા. એનસીબીની ઓફિસ છોડ્યા બાદ સમીર વાનખેડેએ કહ્યું હતું કે, મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે. તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સાલે આર્યન ખાનને મુક્ત કરવા માટે 25 કરોડ રૂપિયા સાથે વ્યવહાર કરવાના આક્ષેપો કર્યા છે. હવે આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસની તપાસ માટે દિલ્હીથી એનસીબીની 5 સભ્યોની ટીમ મુંબઈ પહોંચી છે અને સમીર વાનખેડે સામે તપાસ શરૂ કરી છે.

    બીજી તરફ મુંબઈ પોલીસે પણ આ કેસની તપાસ શરૂ કરી છે. એનસીબીના ડીડીજી વિજિલન્સ હેડ જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું હતું કે સમીર વાનખેડે સામેના આક્ષેપોના કેસમાં તેમના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. કેસ સાથે જોડાયેલા તમામ પુરાવા જોવામાં આવશે. આ કેસમાં સામેલ તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

    5 સભ્યોની ટીમ સમક્ષ હાજર થતાં પહેલાં ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે તેઓ સમીર વાનખેડે સામેના આરોપોની તપાસ પર નજર રાખી રહ્યા છે. વાનખેડે હોદ્દા પર ચાલુ રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, " આ વિશે હમણા કઈ કહેવુ ઉતાવળુ કહેવાશે.

    આ પણ વાંચોઃ-મુંબઈઃ બે કિલો Gold સાથે મુસાફર ઝડપાયો, સોનું સંતાડવાની રીત જોઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા

    અમે હમણાં જ તપાસ શરૂ કરી છે." મુંબઈ એનસીબીના અધિકારીઓએ તેમની સામેના આક્ષેપો અંગેનો વિગતવાર અહેવાલ એનસીબી ડીજીને સુપરત કર્યો હોવાના અહેવાલ છે. જોકે સમીર વાનખેડેએ તેની સામેના તમામ આરોપોને ફગાવી દીધા છે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

    પ્રભાકર સૈલે વાનખેડે પર લગાવ્યા આરોપ
    પ્રભાકર સૈલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કિરણ ગોસાવીએ સમીર વાનખેડેના કહેવાથી શાહરૂખના પુત્ર આર્યન ખાનને મુક્ત કરવા માટે ૨૫ કરોડ રૂપિયાની માંગ કરી હતી. આમાંના કેટલાક પૈસાની લેવડ-દેવડ પણ કરવામાં આવી હતી. હવે એનસીબીની ટીમ પ્રભાકર સૈલે કરેલા આક્ષેપની જ તપાસ કરી રહી છે.
    Published by:ankit patel
    First published: