IAS મહિલાના પ્રેમમાં પાગલ યુવકે તેના પતિને ફસાવવા કર્યું આવું કામ

પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    સીઆઇએએસના કમાન્ડેંટને રાજસ્થાન કૈડરની મહિલા આઇએએસના પતિને ફસાવવા માટે તેની કારમાં ચરસ રાખ્યું છે તેવી સૂચના પોલીસને આપી હતી. પણ આરોપીની ચાલાકી ચાલી નહીં. અને લોઘી કૉલોનીની પોલીસે સીઆઇએસએફના કમાન્ડેંટ રંજન પ્રતાન સિંહ અને તેમના વકીલ સાથી નીરજ ચૌહાણની ધરપકડ કરી.  આરોપીએ મહિલા આઇએએસ સાથે મસૂરીમાં ફાઉન્ડેશન કોર્સ કર્યો હતો. તે મહિલા સાથે વાતચીત પણ કરતો હતો. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ બંને આરોપીઓને પકડ્યા છે. પોલીસે આ પછી બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. દક્ષિણ જિલ્લા ડીસીપી અતુલ કુમાર ઠાકુરે જણાવ્યું કે સીઆઇએસએફના ડીઆઇજીને બુધવારે સાંજે સૂચના મળી હતી કે ઇલેક્ટ્રોનિક નિકેતન, સીજીઓ કૉમ્પલેક્સમાં પાર્ક આઇ 20 માં ડ્રગ્સ રાખવાની વાત કરી હતી.

    સીઆઇએસએફ સ્ટાફે વહાન માલિકને બોલાવી કારની તપાસ કરી તો તેમાં 550 ગ્રામ ચરસ મળ્યું. જે પર જાણવા મળ્યું આ ગાડી રાજસ્થાન કૈડરની મહિલા આઇએએસના પતિ અમિત સાવનની છે. આરોપી રંજન પ્રતાપે પોલીસને જણાવ્યું કે તે આઇએએસ ઓફિસરને બહુ પહેલાથી પ્રેમ કરતો હતો અને માટે તે મહિલાના પતિને ફંસાવવા માંગતો હતો. જેથી કરીને તે આ મહિલા સાથે પાછળથી લગ્ન કરી શકે. ત્યારે પોલીસે હાલ આ મામલે વધુ તપાસ કરી છે.

    ઉલ્લેખનીય છે કે એક તરફી પ્રેમમાં લોકો પ્રેમીનું મન જીતવા અનેક કાવતરા કરતા હોય છે. પણ પહેલીવાર આવું સામે આવ્યું છે કે પ્રજાના રક્ષક મનાતા પોલીસે જ પોતાના પ્રેમને મેળવવા માટે આવો કોઇ કિમિયો નીકાળ્યો હોય. જો કે આ ખોટું નાટક કરવામાં તે ત્રીજી આંખ એટલે કે સીસીટીવી ફૂટેજમાં પકડાઇ જતા તેમનો આ ખેલ ખુલ્લો પડી ગયો હતો.
    Published by:Chaitali Shukla
    First published: