ડ્રગ્સ કેસ : BJP સાંસદ રવિ કિશન બોલ્યા - દેશના ભવિષ્ય માટે ગોળી પણ ખાઇ લઇશ

ડ્રગ્સ કેસ : BJP સાંસદ રવિ કિશન બોલ્યા - દેશના ભવિષ્ય માટે ગોળી પણ ખાઇ લઇશ
ડ્રગ્સ કેસ : BJP સાંસદ રવિ કિશન બોલ્યા - દેશના ભવિષ્ય માટે ગોળી પણ ખાઇ લઇશ

ન્યૂઝ 18ને સૂત્રોના હવાલાથી ખબર મળી છે કે બોલિવૂડનો એક મોટો વર્ગ રવિ કિશન સામે સક્રિય થઈ ગયો છે. આ ગ્રૂપ રવિ કિશનને ફિલ્મોમાંથી બહાર કરવાના પ્રયત્નમાં છે

 • Share this:
  નવી દિલ્હી : બીજેપી સાંસદ અને ફિલ્મ સ્ટાર રવિ કિશને (Ravi Kishan)થોડા દિવસો પહેલા સંસદમાં બોલિવૂડમાં (Bollywood)ડ્રગ્સનો મામલો (Drug Case)ઉઠાવ્યો હતો. જે પછી રવિ કિશનના સમર્થન અને વિરોધમાં બોલિવૂડના ઘણા લોકોએ નિવેદન આપ્યા હતા. હવે શનિવારે રવિ કિશને કહ્યું હતું કે મેં યોગ્ય સમયે અવાજ ઉઠાવ્યો છે. મે યુવાઓ અને ફિલ્મ ઉદ્યોગના ભવિષ્ય માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મેં પોતાના જીવન વિશે વિચાર કર્યો નથી. તેમણે કહ્યું કે દેશના ભવિષ્ય માટે 2-5 ગોળી પણ ખાઇ લઇશ તો પણ ચિંતા નથી.

  બીજેપી સાંસદ અને ફિલ્મ સ્ટાર રવિ કિશનને સુશાંત સિંહ રાજપૂત મામલામાં જોડાયેલા બોલિવૂડ ડ્રગ્સ માફિયા સામે અવાજ ઉઠાવવાનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. ન્યૂઝ 18ને સૂત્રોના હવાલાથી ખબર મળી છે કે બોલિવૂડનો એક મોટો વર્ગ રવિ કિશન સામે સક્રિય થઈ ગયો છે. આ ગ્રૂપ રવિ કિશનને ફિલ્મોમાંથી બહાર કરવાના પ્રયત્નમાં છે.  આ પણ વાંચો - BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી, આ નેતાઓને મળી મોટી જવાબદારી

  જાણકારી પ્રમાણે રવિ કિશન સાથે લોકડાઉન પહેલા કરેલા કેટલીક ફિલ્મોના કરારને ખતમ કરી દેવામાં આવ્યા છે. આ સાથે એક ગ્રૂપ ઓટીટી પ્લેયફોર્મમાંથી પણ રવિ કિશનને બહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બોલિવૂડમાં આ ગ્રૂપનો પ્રયત્ન છે કે રવિ કિશનને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કરી દેવામાં આવે.

  ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મામલામાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી બીજેપી સાંસદ રવિ કિશને લોકસભા સહિત અન્ય પ્લેટફોર્મ પર આ મામલાને ઉઠાવ્યો છે. આ પછી બોલિવુડ સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સે અલગ અલગ પ્લેટફોર્મ પર રવિ કિશનનો વિરોધ કર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:September 26, 2020, 21:36 pm

  ટૉપ ન્યૂઝ