ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમીશનની અંદર ડ્રોન દેખાયું, ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ઈસ્લામાબાદમાં આવેલું ભારતીય હાઇકમીશન (ફાઇલ તસવીર)

પાકિસ્તાનઃ ઈસ્લામાબાદના ભારતીય હાઇકમીશનમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ડ્રોન જોવા મળ્યું

 • Share this:
  ઈસ્લામાબાદ. પાકિસ્તાન (Pakistan) સ્થિત ઈસ્લામાબાદ (Islamabad)માં ભારતીય હાઇકમીશન (Indian High Commission) ના કેમ્પસમાં ડ્રોન (Drone) જોવા મળ્યું. ભારતે આ સુરક્ષાના ઉલ્લંઘનનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમીશનમાં આ ડ્રોન એવા સમયે જોવા મળ્યું છે જ્યારે ભારતમાં જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત વાયુસેના (Indian Air Force) એરપોર્ટ પર બે ડ્રોનથી હુમલો થયો. આ હુમલા બાદ પણ સતત ડ્રોન દેખાયાના બનાવો સામે આવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય મિશનની અંદર ડ્રોન જોવા મળવાની ઘટના બની છે. મિશનની અંદર ડ્રોનની ઉપસ્થિતિ ત્યારે હતી જ્યારે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઘટના શનિવાર (26 જૂન)ની છે. નોંધનીય છે કે, આ જ સમયે જમ્મુમાં ભારતીય વાયુસેનાના એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો હતો.

  પાકિસ્તાનના ડ્રોન પર બીએસએફ જવાનોએ ગોળીઓ વરસાવી

  બીજી તરફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન પર શુક્રવારે ગોળીઓ વરસાવી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે BSFના સતર્ક જવાનોએ વહેલી પરોઢે 4:25 વાગ્યે જમ્મુના બહારના ક્ષેત્રમાં સ્થિત અરનિયા સેક્ટરમાં સંદિગ્ધ ડ્રોન જોવા મળ્યું. તેને તોડી પાડવા માટે BSFના જવાનોએ અડધો ડઝન ગોળીઓ વરસાવી ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફરી ગયું.

  આ પણ વાંચો, પાકિસ્તાનની સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર, ભારત માટે છે મોટો ખતરો

  BSFના પ્રવક્તાએ જણાવ્યું કે, જવાનોએ અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક નાના ડ્રોન પર ગોળીબાર કર્યો. ગોળીબારના કારણે ડ્રોન તાત્કાલીક પરત જતું રહ્યું. તેમણે જણાવ્યું કે, ડ્રોન વિસ્તારનું પેટ્રોલિંગ કરવા માટે આવ્યું હતું.

  આ પણ વાંચો, Gold Price Today: સોનાના ભાવમાં મોટો ફેરફાર! 47 હજારના લેવલને પાર, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

  નોંધનીય છે કે, રવિવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન પર ડ્રોન હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળ હાઇ અલર્ટ પર છે. ત્યારે જમ્મુ એરપોર્ટ પરિસરમાં આવેલા એરફોર્સ સ્ટેશન પર વિસ્ફોટકો સાથેના ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે આવું પહેલીવર થયું છે જ્યારે પાકિસ્તાનના સંદિગ્ધ આતંકવાદીઓએ હુમલામાં માનવરહિત ગેજેટ્સનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ સોમવાર, મંગળવાર અને બુધવારે પણ જમ્મુના વિવિધ વિસ્તારોમાં રાતના સમયે મહત્ત્વપુર્ણ સૈન્ય પ્રતિષ્ઠાનો ઉપર ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published: