Home /News /national-international /નવી શરુઆત: આ ગામમાં સરપંચે કમાલ કરી, દિવ્યાંગ વ્યક્તિને ડ્રોન દ્વારા ઘરે પેન્શન પહોંચાડ્યું

નવી શરુઆત: આ ગામમાં સરપંચે કમાલ કરી, દિવ્યાંગ વ્યક્તિને ડ્રોન દ્વારા ઘરે પેન્શન પહોંચાડ્યું

સરપંચે દિવ્યાંગ વ્યક્તિને ડ્રોન દ્વારા ઘરે પેન્શન પહોંચાડ્યું

જાણકારી અનુસાર, હેતારામની આપબીતી જાણ્યા બાદ સરપંચ સરોજ દેવી અગ્રવાલે આ મહિનામાં એક ડ્રોન દ્વારા તેમના પેન્શન ભલેશ્વર પંચાયત વિસ્તારના ભુટકપાડા ગામમાં તેમના ઘરે જ પહોંચાડી દીધી હતી.

નુઆપાડા: ઓડિશાના નુઆપાડા જિલ્લાના એક અંતરિયાળ ગામમાં એક દિવ્યાંગ વ્યક્તિને ડ્રોન દ્વારા પેન્શન મળી રહ્યું છે. આ પહેલા ગામના સરપંચ સરોજ દેવી અગ્રવાલે કરી છે. હકીકતમાં જોઈએ તો, નુઆપાડાના ગાઢ જંગલોની વચ્ચે આવેલ ભુટકપાડા ગામમાં રહેતા હેતારામ સતનામી શારીરિક રીતે અક્ષમ છે. ત્યારે આવા સમયે તેને સરકારી પેન્શન લેવા જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થઈને દર મહિને બે કિમી દૂર જવું પડે છે. તેના વિશે જ્યારે ગામના સરપંચ સાંભળ્યું તો, હેતારામની અનોખી રીતે મદદ કરી હતી.


હવે દિવ્યાંગ સતનામીને પેન્શન લેવા ઓફિસે જવું પડશે નહીં


જાણકારી અનુસાર, હેતારામની આપબીતી જાણ્યા બાદ સરપંચ સરોજ દેવી અગ્રવાલે આ મહિનામાં એક ડ્રોન દ્વારા તેમના પેન્શન ભલેશ્વર પંચાયત વિસ્તારના ભુટકપાડા ગામમાં તેમના ઘરે જ પહોંચાડી દીધી હતી. સરોજ દેવી અગ્રવાલની આ પહેલથી સતનામીને ખૂબ જ મદદ મળી છે. તેના પર ખુશી વ્યક્ત કરતા સરપંચે ડ્રોનની મદદથી પૈસા મોકલ્યા. આ મારા માટે મોટી રાહત છે, કારણ કે પંચાયત ઓફિસ ગામથી 2 કિમી દૂર છે, જે ગાઢ જંગલથી ઘેરાયેલ છે. અહીં ઉલ્લેખનિય છે કે, હેતારામ સતનામી રાજ્યના મધુ બાબૂ પેન્શન યોજનાનો લાભાર્થી છે.

સરપંચે કરી મદદ


ગામના સરપંચ સરોજ અગ્રવાલે જણાવ્યું કે, અમારી પંચાયતમાં આવતા એક ગામ ભુટકપાડા છે, જ્યાં દિવ્યાંગ વ્યક્તિ હેતારામ સતનામી રહે છે. તે જન્મથી જ હાલી ચાલી શકતો નથી. આવા સમયે તેને પેન્શન લેવા માટે દર મહિને ગાઢ જંગલમાંથી પસાર થઈને જવું પડે છે. જ્યારે મને આ વાતની જાણ થઈ તો, અમે તેના વિશે વિચાર કર્યો. આખરે એક ઓનલાઈન ડ્રોન ખરીદ્યો, અને તેના દ્વારા તેનું પેન્શન ઘરે જ પહોંચાડી દીધું.
First published:

Tags: Drone, Odisha

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો