Home /News /national-international /

જમ્મુ કાશ્મીર : BSF એ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન, ટિફિન બોક્સમાં ભર્યા હતા વિસ્ફોટક

જમ્મુ કાશ્મીર : BSF એ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન, ટિફિન બોક્સમાં ભર્યા હતા વિસ્ફોટક

પાકિસ્તાન તરફથી હાલના દિવસોમાં ડ્રોનની ગતિવિધિઓ વધી ગઈ છે

Jammu Kashmir News - બાળકોના ટિફિન બોક્સની અંદર 3 ચુંબકિય આઈઈડી પેક કરવામાં આવ્યા હતા. જેમાં અલગ-અલગ સમય માટે ટાઇમર સેટ કરવામાં આવ્યા હતા

    શ્રીનગર : જમ્મુ કાશ્મીરની (Jammu Kashmir)આંતરરાષ્ટ્રીય સરહદ પર કાનાચક વિસ્તારામં સોમવારે મોડી રાત્રે ડ્રોનની (drone)ગતિવિધિ જોવા મળી હતી. આ પછી બીએસએફે (BSF)જવાનોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની સૂચના મળ્યા પછી આખા વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીએસએફના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન જેવી વસ્તુનો અવાજ સાંભળીને થોડાક સમય માટે ગોળીબારી કરી હતી. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે અખનૂર વિસ્તારમાં લગભગ 800 મીટરની ઉંચાઇથી કાંઇક અવાજ સાંભળીને સર્તક જવાનોએ ગોળીઓ ચલાવી હતી.

    બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારત-પાકિસ્તાન સરહદ પર દરેક સ્થાને ડ્રોનનો ખતરો છે. જોકે સરહદ પારથી કોઇપણ કાવતરાને નિષ્ફળ બનાવવા સુરક્ષા બળ સતર્ક છે. સરહદ પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એલઓસી પર સેના અને બીએસએફના જવાના તૈનાત છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે ડ્રોન સાથે જોડાયેલા પેલોડને નીચે લાવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો - 76 હજાર કરોડથી વધારે સૈન્ય સામાનની ખરીદીને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી

    પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર 3 ચુંબકિય આઈઈડી પેક કરવામાં આવ્યા હતા. જેમાં અલગ-અલગ સમય માટે ટાઇમર સેટ કરવામાં આવ્યા હતા. IED ને નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન કાનાચક સરહદ પરથી આવ્યું હતું. પાકિસ્તાન તરફથી હાલના દિવસોમાં ડ્રોનની ગતિવિધિઓ વધી ગઈ છે.

    આ પણ વાંચો - સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

    લશ્કર-એ-તૈયબાનો 1 આતંકવાદી ઢેર

    જમ્મુ કાશ્મીરના બારમૂલા જિલ્લામાં સોમવારે સુરક્ષા બળો સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે ત્રણ આતંકવાદી ભાગી ગયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સોપોરના જાલુર વિસ્તારમાં પાનીપુરા જંગલમાં આતંકવાદીઓની ઉપસ્થિતિમાં વિશેષ સૂચના પર કાર્યવાહી કરતા સુરક્ષાબળોએ ઘેરાબંધી કરીને શોધ શરુ કરી હતી. તેમણ કહ્યું કે સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબારી કરી જે પછી અથડામણ થઇ હતી. કાશ્મીર ક્ષેત્રના આઈજીપી વિજય કુમારે કહ્યું કે અથડામણમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Drone, Jammu Kashmir

    આગામી સમાચાર