Driving License: ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ, RTOના આ 58 કામ હવે ઓનલાઈન થઈ થશે
ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ
Driving License: ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે વાહનનું રજીસ્ટ્રેશન, લોકોને RTO ઓફિસમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે લોકોને મોટી રાહત આપી છે. જો તમે પણ ડ્રાઇવર છો, તો ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
Driving License: ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે વાહનનું રજીસ્ટ્રેશન, લોકોને RTO ઓફિસમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે લોકોને મોટી રાહત આપી છે. જો તમે પણ ડ્રાઇવર છો, તો ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આના વિના તમે વાહન ચલાવી શકતા નથી.
58 RTO સેવાઓ કરાઈ ઓનલાઇન
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે પરિવહન સંબંધિત સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોના બોજને ઘટાડશે. ડ્રાઇવિંગ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ, વાહન નોંધણી, પરમિટ, માલિકીનું ટ્રાન્સફર વગેરે સંબંધિત 58 જેટલી નાગરિક-કેન્દ્રિત સેવાઓ હવે સંપૂર્ણપણે ઓનલાઈન મેળવી શકાશે, જેનાથી લોકોને પ્રાદેશિક પરિવહન કાર્યાલયોની મુલાકાત લેવાની જરૂરિયાત રહેશે નહીં.
MoRTHએ આ સંદર્ભમાં 16મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે અને 18 નાગરિક-કેન્દ્રિત સેવાઓને વધારીને 58 સેવાઓ કરી છે. આધાર ઓથેન્ટિકેશનના આધારે 58 આરટીઓ સેવાઓ ઓનલાઈન થઈ શકે છે. મંત્રાલયે શનિવારે કહ્યું કે આ સેવાઓ સ્વૈચ્છિક ધોરણે આધાર પ્રમાણીકરણની મદદથી મેળવી શકાય છે.
ઓનલાઈન સેવાઓ કે જેના માટે નાગરિકને સ્વૈચ્છિક ધોરણે આધાર પ્રમાણીકરણ કરાવવું જરૂરી છે, તેમાં શીખનારના લાયસન્સ માટેની અરજી, ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સનું નવીકરણ વગેરેનો સમાવેશ થાય છે કે જેના માટે વાહન ચલાવવાની ક્ષમતાની કસોટી જરૂરી નથી. આ સેવાઓ સ્વૈચ્છિક ધોરણે આધાર પ્રમાણીકરણની મદદથી મેળવી શકાય છે. કોન્ટેક્ટલેસ અને ફેસલેસ રીતે આવી સેવાઓ પૂરી પાડવાથી નાગરિકોના સમયની બચત સાથે કામનો બોજ પણ હળવો થશે.
આ ઉપરાંત ઓનલાઈન સેવાઓ જેવી કે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ બનાવવું, કંડક્ટરના લાયસન્સમાં સરનામું બદલવું, મોટર વાહનની માલિકી ટ્રાન્સફર કરવા માટેની અરજી વગેરેનો પણ સમાવેશ થાય છે. જેના માટે નાગરિકે સ્વૈચ્છિક ધોરણે આધાર પ્રમાણીકરણ કરાવવું પડે છે.
જો કોઈ વ્યક્તિ પાસે આધાર ન હોય તો શું?
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કોઈપણ વ્યક્તિ કે જેની પાસે આધાર નંબર નથી તે CMVR 1989 મુજબ સંબંધિત ઓથોરિટીની ઓફિસમાં જાતે રૂબરૂ જઈને વૈકલ્પિક દસ્તાવેજો સબમિટ કરીને ઓળખ આપી, રૂબરૂ આવીને સેવાનો લાભ લઈ શકે છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર