હવે RTO ટેસ્ટ આપ્યા વિના બની જશે ડ્રાઈવિંગ લાયસન્સ, જુઓ કેવી રીતે

હવે RTO ટેસ્ટ આપ્યા વિના બની જશે ડ્રાઈવિંગ લાયસન્સ, જુઓ કેવી રીતે

  • Share this:
    નવી દિલ્લી: જો તમે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License)બનાવવા અંગે વિચારી રહ્યા છો,અને આરટીઓ(RTO)ની ડ્રાઈવિંગ ટેસ્ટથી બચવા માંગો છો. ચો તમારા માટે આ સમાચાર રાહતના સાબિત થઈ શકે છે. હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ કઠાવી શકો છો. તેના માટે તમારે માર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport) પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી ફરજીયાત છે. ત્યાર બાદ તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે. આ માન્યતા પ્રાપ્ત કરેલા ટેર્નિંગ સેન્ટર 1 જુલાઈથી શરૂ કરી દેવમાં આવશે. રોડ મંત્રાલય દ્વારા આ અંગેના આદેશ જાહેર કરી દેવમાં આવ્યો છે.

    માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે 22 લાખ ડ્રાઈવરોની અછત છે. આ ઉણપને પહોંચી વળવા અને માર્ગ અકસ્માતોને ઘટાડવા માર્ગ અને પરિવહન મંત્રાલયે નિર્દેશ નિર્દેશો મુજબ દેશભરમાં ડ્રાઇવર ટેનિંગ સેન્ટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. લોકો મંત્રાલયના ધોરણ અનુસાર કેન્દ્ર ખોલી શકે છે, જેમાં લોકોને તાલીમ આપી શકાય છે. તાલીમ લીધા બાદ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષણ પાસ કરનારાઓને કેન્દ્ર પ્રમાણપત્ર આપશે, જેના આધારે પરીક્ષણ આપ્યા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકાય.



    ડ્રાઇવર તાલીમ કેન્દ્ર માટેની શરતો

    તાલીમ કેન્દ્રને મેદાનમાં બે એકર જમીન અને ડુંગરાળ વિસ્તારોમાં એક એકર જમીનની જરૂર પડશે. એલએમવી અને એચએમવી બંને વાહનો માટે સિમ્યુલેટર ફરજિયાત રહેશે, જેના દ્વારા તાલીમ આપવામાં આવશે. અહીં બાયમેટ્રિક હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જરૂરી રહેશે. પાર્કિંગ, રિવર્સ ડ્રાઇવિંગ, ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરેની તાલીમ આપવા માટે ડ્રાઇવિંગ ટ્રેક ફરજિયાત રહેશે. આમાં સિદ્ધાંત અને વિભાજનના અભ્યાસક્રમો હશે. કેન્દ્રમાં સિમ્યુલેટરની સહાયથી હાઈવે, ગ્રામીણ વિસ્તારો, ભીડભાડ અને ગલીમાં ફરતા સ્થળોએ વરસાદ, ધુમ્મસ અને રાત્રે વાહનો ચલાવવાની તાલીમ આપવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:June 11, 2021, 18:51 pm