હવે તમારે ડ્રાઈવિંગ લાયસન્સ પણ જોડવું પડશે આધાર સાથે! સરકારે આપ્યા સંકેત

News18 Gujarati
Updated: June 12, 2018, 11:46 PM IST
હવે તમારે ડ્રાઈવિંગ લાયસન્સ પણ જોડવું પડશે આધાર સાથે! સરકારે આપ્યા સંકેત

  • Share this:
દહેરાદૂન સ્થિત બીજેપી કાર્યાલયમાં મંગળવારે પહોંચેલ કાયદામંત્રી રવિપ્રસાંદ શંકરે આધારને લઈને નિવેદન આપ્યું છે. તેવામાં લાગી રહ્યું છે કે,  સમગ્ર દેશમાં એક જ ઓળખ કાર્ડ તરફ સરકાર આગળ વધી રહી છે જેમાં હવે ડ્રાઈવિંગ લાઇસન્સને પણ આધાર સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આધારની કાનૂની માન્યતાને લઈને ઉભા થતાં પ્રશ્નો વચ્ચે કેન્દ્ર સરકારની ઘણી બધી ટીકા થઈ રહી છે, તેવામાં નવો વિચાર આપતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે દેહરાદૂનમાં કહ્યું કે, તેમણે લાયસન્સને આધાર કાર્ડ સાથા જોડવા માટે રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે વાત કરી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડ્રાઈવિંગ લાઇસન્સને આધારની સાથે જોડવાથી રોડ અકસ્માત કર્યા પછી ભાગી જનારાને પકડી શકાશે. તે ઉપરાંત દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકાશે. તેમણે કહ્યું કે, વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે પરંતુ ફિંગરપ્રિન્ટમાં કોઈ ફેરફાર કરી શકતો નથી કે, તેને બદલી શકતો નથી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર ડ્રાઈવિંગ લાઇસન્સને આધાર સાથે જોડવા પર વિચાર વિમર્શ કરી રહી છે. માર્ચમાં સુપ્રીમ કોર્ટે કલ્યાણકારી યોજનાઓ સાથે આધારને લિંક કરવાની સમય સીમા અનિશ્ચિતકાળ સુધી વધારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટની સામે આધારની કાયદાકીય માન્યતાને પડકારતી ઘણી બધી અરજીઓ દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી હાલમાં ચાલી રહી છે.

દહેરાદૂન સ્થિત બીજેપી કાર્યાલયમાં સંબોધન કરતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાર


સરકારે કહ્યું હતું કે, આધાર કાર્ડને મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ સહિત અન્ય સરકારી યોજનાઓમાં લિંક કરવું ફરજીયાત છે, પરંતુ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવવા માટે આધારની ગેરહાજરીમાં અન્ય કોઇ ઓળખપત્રનો ઉપયોગ કરી શકાય છે. આ સ્થિતિમાં તમે વોટર આઈડી કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ દેખાડી શકો છો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આધાર ન હોવાને કારણે કોઈને પણ સામાજિક સુરક્ષાની યોજનાઓથી વંચિત રાખી શકાય નહીં.

મોદી સરકારે જૂન 2017માં નવો નિયમ લાવીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજીયાત કર્યું હતું. બેન્ક ખાતા સાથે આધાર જોડવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ આ તારીખને 31 માર્ચ સુધી વધારવામાં આવી હતી. એવામાં રવિશંકર પ્રસાદે આપેલી માહિતી અનુસાર થોડા જ સમયમાં સરકાર ડ્રાઈવિંગ લાયસન્સને પણ આધાર સાથે જોડવાનું કહી શકે છે. 
First published: June 12, 2018, 11:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading