Viral Video: ચાલતી બસમાં યુવતીઓ ગિયર બદલી રહી હતી, ડ્રાઇવર સસ્પેન્ડ

News18 Gujarati
Updated: November 19, 2019, 8:21 AM IST
Viral Video: ચાલતી બસમાં યુવતીઓ ગિયર બદલી રહી હતી, ડ્રાઇવર સસ્પેન્ડ
કોલેજની યુવતીઓને ગોવા ટ્રિપ લઈ જતી બસનો વીડિયો થયો વાયરલ, ડ્રાઇવર સામે થઈ કાર્યવાહી

કોલેજની યુવતીઓને ગોવા ટ્રિપ લઈ જતી બસનો વીડિયો થયો વાયરલ, ડ્રાઇવર સામે થઈ કાર્યવાહી

  • Share this:
કેરળ (Kerala)ના એક બસ ડ્રાઇવર (Bus Driver)ને મુસાફરોની સુરક્ષા (Passenger Safety) સાથે બેદરકારી કરવા અને તેમના જીવને જોખમમાં મૂકવાના આરોપમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) રદ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ)એ બસ ડ્રાઇવર કૉલેજની યુવતીઓને ગિયર બદલવાની મંજૂરી આપી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, બસ કૉલેજની કેટલીક યુવતીઓને કેરળ-ગોવા ટ્રિપ (Kerala-Goa Trip) પર લઈને જઈ રહી હતી.

આ ઘટનાનો વીડિયો વાયનાડ ન્યૂઝ (Waynad News)ના ફેસબુક પૅજ (Facebook Page) પર શૅર કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. અડધા મિનિટના આ વીડિયોમાં બે યુવતીઓ ડ્રાઇવરની સાથે બેઠેલી જોવા મળી રહી છે અને ડ્રાઇવરના નિર્દેશ પર એક પછી એક ગિયર બદલી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ આરટીઓએ બસ ડ્રાઇવરનું લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું.

રિપોર્ટ મુજબ, બસ ડ્રાઇવરનું નામ શાજી છે અને તે વાયનાડ (Waynad)નો રહેવાસી છે. ઘટનાજની જાણકારી બાદ ડ્રાઇવરને આરટીઓ (ઇનફોર્સમેન્ટ) બીજૂ જેમ્સે કલપેટ્ટામાં બોલાવ્યો. તેની પૂછપરછ કાર તેનું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું કારણ કે આવી સ્થિતિમાં બસનો અકસ્માત થઈ શકતો હતો. નોંધનીય છે કે, ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ 18 વર્ષની ઉંમર થયા બાદ મળે છે. તેનાથી ઓછી ઉંમરના લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ નથી આપવામાં આવતું.

આ પણ વાંચો,

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હાહાકાર મચાવનારી ડાકુ સુંદરી સાધના પટેલની ધરપકડ
ભારતે નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળી 220 રૂપિયે કિલો થતાં PM હસીનાએ પણ ઉપયોગ બંધ કર્યો
First published: November 19, 2019, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading