મેરઠ ભાજપ નેતાનો પીએ કોરોના પોઝિટિવ, સાસંદ-ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી કૉરેન્ટાઈન

મેરઠ ભાજપ નેતાનો પીએ કોરોના પોઝિટિવ, સાસંદ-ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી કૉરેન્ટાઈન
જો કે ઉત્તરાખંડ માટે સારા સમાચાર તે છે કે રાજ્યના સ્વાસ્થય વિભાગે જણાવ્યું છે કે મંગળવાર અને બુધવારે કોરોનાનો કોઇ નવો કેસ સામે નથી આવ્યો. વળી 46 સંક્રમિતોમાંથી 23 લોકો સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે.ઉત્તરાખંડમાં દેહરાધૂનમાં વધુ કેસ જોવા મળ્યા છે.

પીએના પિતા અને ભાઈ પણ કોરોના પોઝિટિવ

 • Share this:
  મેરઠ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણ ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. નવા કેસ પશ્ચિમ યૂપીના મેરઠ (Meerut)ના છે. જ્યાં ભાજપ મહાનગર અધ્યક્ષના પીએનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મેરઠ ભાજપ મહાનગર અધ્યક્ષ મુકેશ સિંઘલના પીએ વિભાંશુ વિશે જણાવ્યું છે કે તે છેલ્લા 20 દિવસથી ભાજપના અન્ય નેતાઓ, જેમાં સાંસદ અને ધારાસભ્યની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ સામેલ છે, જે સાથે મળીને જરુરિયાતમંદોની વચ્ચે ભોજન વિતરણ કરી રહ્યા હતા. વિભાંશુનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા પછી ભાજપ મહાનગર અધ્યક્ષ મુકેશ સિંઘલના પરિવાર સહિતને પ્રશાસને કૉરેન્ટાઈન સેન્ટરમાં મોકલી દીઘા છે. મેરઠના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ, ધારાસભ્ય સોમેંન્દ્ર તોમર, એમએલસી સરોજિની અગ્રવાલ અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનને હોમ કૉરેન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

  પીએના પિતા અને ભાઈ પણ કોરોના પોઝિટિવ  મેરઠ ભાજપ મહાનગર અધ્યક્ષ મુકેશ સિંઘલના પીએ વિભાંશુનો કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આજે આવ્યો છે. તેની સાથે વિભાંશુના ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા વિભાંશુના પિતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ભાજપ મહાનગર અધ્યક્ષને મેરઠની સુભારતી વિશ્વવિદ્યાલયમાં બનાવેલા કૉરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ભાજપ નેતાના સહયોગી કોરોના પોઝિટિવ આવ્યા પછી પોલીસ-તંત્ર અને ભાજપના કેટલાક અન્ય પદાધિકરીઓની પણ તપાસ કરાશે.

  આ પણ વાંચો - ધોની પર આવ્યા મોટા સમાચાર, લૉકડાઉન ખતમ થયા પછી આ ટૂર્નામેન્ટમાં રમશે!

  ભાજપ કાર્યાલયમાં હડકંપ

  મુકેશ સિંઘલને કૉરેન્ટાઈન સેન્ટરમાં મોકલવાની સૂચના મળતા જ બીજેપી કાર્યાલયમાં હડકંપ મચી ગયો છે. આ ખબર સામે આવ્યા પછી પાર્ટી દ્વારા મેરઠમાં અલગ-અલગ સ્થાનો પર ચલાવામાં આવતા રસોડાને તત્કાલ બંધ કરવાનો આદેશ કર્યો છે. બીજેપી નેતા અને તેમના સહયોગી છેલ્લા દિવસોમાં કેટલાય રસોડામાં જરુરિયાતમંદોને ભોજન વહેંચવા ગયા હતા. આ જોતા પ્રશાસને મેરઠમાં ચાલી રહેલા રસોડાને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:April 22, 2020, 18:37 pm

  ટૉપ ન્યૂઝ