Home /News /national-international /

ટ્રકનું ટાયર બદલતાં થયો જોરદાર ધડાકો, ડ્રાઇવર ઉછળીને બીજી ટ્રક સાથે અથડાતાં થયું મોત

ટ્રકનું ટાયર બદલતાં થયો જોરદાર ધડાકો, ડ્રાઇવર ઉછળીને બીજી ટ્રક સાથે અથડાતાં થયું મોત

પ્રતીકાત્મક તસવીર

સ્ટેપનીને ઉઠાવી તો થયો જોરદાર ધડાકો, બીજી ટ્રક સાથે અથડાતાં ટ્રક ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત

    સુમિત કુમાર, પાણીપતઃ હરિયાણાના પાણીપત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં ટ્રક ચાલક (Truck Driver)નું મોત (Death) થયું છે. દુર્ઘટના ટ્રકનું ટાયર બદલતી સમયે બની. ટ્રકની સ્ટેપની લગાવતી વખતે ટાયર ફાટી ગયું અને જોરદાર ધડાકાની સાથે ચાલક બીજી ટ્રક પર જઈને ટકરાયો. ચાલકની બંને જાંધ ફાટી ગઈ, જેના કારણે તેનું મોત થઈ ગયું. પોલીસે લાશને સિવિલ હૉસ્પિટલની મોર્ચરીમાં રખાવી છે.

    નોંધનીય છે કે, 40 વર્ષીય વિનોદ કુમાર ગત 6 મહિનાથી ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. બુધવારે વિનોદ રિફાઇનરીથી ટ્રક લોડ કરીને ટ્રાન્સપોર્ટ નગર પહોંચ્યો. ત્યાં તેને નવું ટાયર બદલીને સ્ટેપની હટાવવાની હતી. વિનોદે સ્ટેપની હટાવીને નવું ટાયર લગાવી દીધું. ત્યારબાદ તે સ્ટેપનીને ટ્રકમાં ફીટ કરવા લાગ્યો. જેવી તેણે સ્ટેપની ઉઠાવી તો ધડાકા સાથે ટાયર ફાટી ગયું.

    આ પણ વાંચો, થાઈલેન્ડઃ રાજાની પત્ની અને ગર્લફ્રેન્ડ વચ્ચેનો વિવાદ વકર્યો, હજારો Nude તસવીરો કરવામાં આવી લીક

    ચાલકનું કમકમાટીભર્યું મોત

    ધડાકો એટલો જોરદાર હતો કે વિનોદ ઉછળીને બાજુમાં ઊભેલી ટ્રકને ટકરાયો. સમગ્ર ટ્રાન્સપોર્ટ નગર બ્લાસ્ટથી ગૂંજી ઉઠ્યું. ધૂળ હટતા આસપાસના લોકોએ જોયું તો વિનોદની બંને જાંધ ફાટી ગઈ હતી એન તે બેભાન પડ્યો હતો. લોકોએ પોલીસ અને એમ્બ્યૂલન્સને જાણ કરી. મામલાની સૂચના મળતાં પોલીસ વિનોદ કુમારને સિવિલ હૉસ્પિટલમાં લઈને પહોંચી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

    આ પણ જુઓ, PHOTOS: ATMને ગેસ કટરથી કાપી 32.26 લાખ રૂપિયાની લૂંટ, બદમાશોએ આવી રીતે આપ્યો અંજામ

    લાશને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં રખાવી

    પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની સિવિલ હૉસ્પિટલમાં રખાવી દીધી. બીજી તરફ સેક્ટર 11-12 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રમોદ કુમારે જણાવ્યું કે સૂચના મળી હતી કે સેક્ટર 11-12માં દુર્ઘટના થઈ છે. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિનોદને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. વિનોદના પરિજનોને જાણ કરવામાં આવી છે. મોડી સાંજ સુધી પણ વિનોદનો પરિવાર હૉસ્પિટલ નહોતો પહોંચ્યો. હવે ગુરુવારે શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પરિજનોની ફરિયાદ મળતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Panipat, ટ્રક, પોલીસ, વિસ્ફોટ, હરિયાણા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन