દિવાળીની રાત્રે બસમાં દીવા પ્રગટાવ્યા, આગ લાગતા ડ્રાઈવર અને કંડક્ટર બળીને ભડથું થયા
દિવાળીની રાત્રે બસમાં દીવા પ્રગટાવ્યા
ગત રાત્રે મૂનલાઇટ નામની બસમાં આગ લાગી હતી. આગને કારણે બસમાં સૂઈ રહેલા બે લોકો જીવતા બળીને ભડથું થઈ ગયા. બંને મૃતકોની ઓળખ મદન મહતો અને ઈબ્રાહિમ તરીકે થઈ છે. આ બંને બસના ડ્રાઈવર અને કંટક્ટર હતા. આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં આખી બસને પોતાના લપેટામાં લઈ લીધી. જેમાં ડ્રાઈવર અને કંટક્ટર બંને જીવતા સળગી ગયા. બસમાં આગ જોઈ કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી.
દિવાળીની રાત્રે રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડ પર એક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ગત રાત્રે મૂનલાઇટ નામની બસમાં આગ લાગી હતી. આગને કારણે બસમાં સૂઈ રહેલા બે લોકો જીવતા બળીને ભડથું થઈ ગયા. બંને મૃતકોની ઓળખ મદન મહતો અને ઈબ્રાહિમ તરીકે થઈ છે. આ બંને બસના ડ્રાઈવર અને કંટક્ટર હતા.
મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે સવારે રાબેતા મુજબ બસ તેના ગંતવ્ય સ્થાને જવા રવાના થવાની હતી. જેના કારણે ડ્રાઇવર અને કંડકટરે વાહનની અંદર જ દિવાળીની રાત્રે પૂજા કરી હતી. આ દરમિયાન ભગવાનની મૂર્તિઓ સામે દીવા પ્રગટાવ્યા હતા. પછી બંને ખઈને સૂઈ ગયા હતા. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના મોડી રાત્રે બની હતી. હાલમાં, ખાદગઢા ટીઓપી આ મામલાની તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ રાંચીથી સિમડેગા રૂટ પર દોડતી હતી.પોલીસના જણાવ્યા અનુસાર દિવાળીની રાત્રે દીવો પ્રગટાવવાથી અને બસમાં રાખવાને કારણે આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ, આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં આખી બસને પોતાના લપેટામાં લઈ લીધી. જેમાં ડ્રાઈવર અને કંટક્ટર બંને જીવતા સળગી ગયા. બસમાં આગ જોઈ કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલા લોકોએ આગને કાબુમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
પોલીસે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ થઈ હતી. આગને કાબુમાં લીધા બાદ બસમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ ચાલુ છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર