કાર ચાલકે ગુસ્સે ભરાઇ પોતાની જ કારને પેટ્રોલ નાખીને સળગાવી દીધી, જાણો કેમ કર્યું આવું

જોત જોતામાં કાર આગમાં સળગી ઉઠી હતી

viral video- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

 • Share this:
  ગ્વાલિયર : ફાયનાન્સ કંપની (Finance Company)દ્વારા હપ્તાના રૂપિયા માંગવાના કારણે એક વ્યક્તિ ભડકી ગયો હતો. તે ગુસ્સે થયો હતો અને તેણે કારમાં આગ (Car fire)લગાડી દીધી હતી. યુવકે એક વર્ષ પહેલા કાર માટે ફાયનાન્સ પાસેથી લોન (Loan)લીધી હતી. જોકે કોરોનાની (Corona)આર્થિક મારના કારણે તે હપ્તા ભરી શક્યો ન હતો. ફાયનાન્સ કંપનીની રિકવરી ટીમે યુવકને રસ્તામાં જ રોકીને કાર જપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયનાન્સ કંપનીના એજન્ટ જ્યારે કાર લઇ જવા લાગ્યા તો કારના માલિકે કાર પર પેટ્રોલ નાખીને કારને આગ લગાડી દીધી હતી. જોત જોતામાં કાર આગમાં સળગી ઉઠી હતી.

  ઘટના પછી કાર માલિક અને રિકવરી ટીમના લોકો ભાગી ગયા હતા. જોકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોએ પોલીસને જાણ કરી કે એક કારમાં આગ લાગી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને બુઝાવી હતી. જોકે ત્યાં સુધી કાર પુરી રીતે સળગી ગઇ હતી. આસપાસના લોકોએ પોલીસને જણાવ્યું કે આ કારને એક ગાડીથી બાંધીને લઇ જવામાં આવી રહી હતી. તે સમયે કાર માલિકે ગાડીમાં આગ લગાડી દીધી હતી અને ભાગી ગયો હતો.

  આ પણ વાંચો - બાથરૂમમાં ગીઝરથી કરંટ લાગતા ભાજપા ધારાસભ્યની પુત્રવધુનું મોત, 4 વર્ષનો છે પુત્ર

  વીડિયો વાયરલ પણ FIR હજુ સુધી થઇ નથી

  કારમાં આગ લાગવાની આ ઘટના પછી કોઇપણ પોલીસ સ્ટેશને રિપોર્ટ નોંધાવવા આવ્યું નથી. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેને ફાયનાન્સ કંપનીની રિકવરી ટીમે બનાવ્યો હતો. જેમાં જોવા મળે છે કે માથા પર ટોપી અને મોં પર માસ્ક પહેરીને આવેલો કાર માલિક ભડકી ગયો હતો. કાર માલિકે કહ્યું કે હવે લઇ જઇને બતાવો કાર. આ પછી તેણે પેટ્રોલ નાખીને આગ લગાડી દીધી હતી. જોત જોતોમાં કાર સળગી ઉઠી હતી.

  આ પણ વાંચો - 4 ગર્લફ્રેન્ડ એક સાથે યુવકના ઘરે પહોંચી, મચાવ્યો હંગામો, પછી આવ્યો કહાનીમાં ટ્વિસ્ટ

  આ પછી રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોએ વીડિયો બનાવવાનો શરૂ કર્યો હતો. પોલીસ સ્ટેશનના થાના પ્રભારીનું કહેવું છે કે આ મામલામાં કોઇ પ્રકારની ફરિયાદ મળી નથી. જોકે રસ્તા વચ્ચે કારમાં આગ લગાડીને ભાગી જનાર કાર માલિકને ગાડીના નંબરના આધારે શોધવામાં આવી રહ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: