Home /News /national-international /

કાર સાથે કાર ચાલક અચાનક ખાડામાં સમાઇ ગયો, જુઓ ભયાનક દ્રશ્યોનો VIDEO

કાર સાથે કાર ચાલક અચાનક ખાડામાં સમાઇ ગયો, જુઓ ભયાનક દ્રશ્યોનો VIDEO

કાર સાથે કાર ચાલક અચાનક ખાડામાં સમાઇ ગયો, જુઓ ભયાનક દ્રશ્યોનો VIDEO

heavy rain in delhi- કાર ચાલક વ્યક્તિ દિલ્હી પોલીસનો સિપાઇ છે, ક્રેનની મદદથી ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી

    નવી દિલ્હી : મુંબઈની જેમ દિલ્હીમાં (delhi Heavy Rains)પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં એક વ્યક્તિનું પાણી ભરાવવાના કારણે મોત થયું છે તો દ્વારકામાં (Dwarka)એક ગાડી રસ્તા પર ખાડામાં પડી ગઈ છે. દ્વારકામાં રસ્તા પર પડેલા ભૂવાના (Road collapse) કારણે એક કાર ચાલક યુવકનો જીવ માંડ બચ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઘટના પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર ચાલકની મદદે પહોંચ્યા હતા અને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. જે વ્યક્તિ સાથે આ ઘટના બની તે દિલ્હી ટ્રાફિક પોલીસનો સિપાઇ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આગામી ત્રણ દિવસમાં વરસાદની સંભાવના છે.

    દિલ્હીમાં ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે. ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સતત વરસાદના કારણે રસ્તાની સ્થિતિ પણ ખતરનાક થઇ છે. સોમવારે દ્વારકામાં એક ગાડી અચાનક રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી હતી. સ્થાનિક લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો. કાર ચાલક વ્યક્તિ દિલ્હી પોલીસનો સિપાઇ છે અને તે પોતાના ભાઇને મળીને પરત આવી રહ્યો હતો. ક્રેનની મદદથી ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.

    આ પણ વાંચો - પંજાબ કોંગ્રેસમાં દાવ-પેંચ યથાવત્, કેપ્ટન અમરિંદરની લંચ પાર્ટીમાં સિદ્ધુને નથી મળ્યું આમંત્રણ



    સોમવારે દિલ્હીમાં વરસાદની સ્થિતિને લઇને દિલ્હીના ઉપ રાજ્યપાલ અને સીએમ અરવિંદ કેજરીવાલની મિટિંગ થઇ હતી. આ મિટિંગમાં દિલ્હીના ડ્રેનેજ સિસ્ટમને વધારે મજબૂત કરવાની વાત થઇ છે. આ મિટિંગ પછી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના ડ્રેનેજ સિસ્ટમને વિશ્વ સ્તરીય બનાવવામાં આવશે. દિલ્હી દેશની રાજધાની છે. અમારી ડ્રેનજ સિસ્ટમની ડિઝાઇન સૌથી શાનદાર હોવી જોઈએ.


    સીએમે કહ્યું કે અમારી બધી એજન્સીઓ મળીને ઘણું સારું કામ કર્યું છે. મિંટો બ્રિજ તેની સાબિતી છે. આ વખતે મિંટો બ્રિજ ભરાયો નથી. મિંટો બ્રિજ જેવો પ્લાન દિલ્હીના અન્ય 147 પોઇન્ટ ઉપર પણ લાગુ કરીશું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Dwarka, Heavy rain, Heavy rain in delhi, દિલ્હી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन