Home /News /national-international /Herbal Juice: સવારે ખાલી પેટ પીવો આ 12 જડીબુટ્ટીઓ વાળો હર્બલ જ્યુસ, પેટના તમામ રોગોથી મળશે છુટકારો
Herbal Juice: સવારે ખાલી પેટ પીવો આ 12 જડીબુટ્ટીઓ વાળો હર્બલ જ્યુસ, પેટના તમામ રોગોથી મળશે છુટકારો
હર્બલ જ્યુસ
Herbal Juice: સતીશે જણાવ્યું કે, આ રસ તૈયાર કરવા માટે ગીલોય, લીમડાના પાન, કાચી હળદર, એલોવેરા, ડ્રમસ્ટીકના પાન, ફુદીનો, તુલસી, આમળા, કારેલા જેવી કુલ 12 જડીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે.
મધેપુરા: કહેવાય છે કે, સ્વાસ્થ્ય જ ધન છે. તે જ કારણે સ્વસ્થ રહેવા માટે ઘણા લોકો ઘરેલું ઉપાયો ઉપનાવતા હોય છે. જો તમે પણ ઘરેલું ઉપાયો અપનાવા માંગો છો તો, અમે તમને એવા જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આનું સેવન કરવા માટે તમારે બીપી મંડલ ચોક સુધી જવું પડશે. તમારે બીપી ચોક પર હર્બલ જ્યુસ વેચતા યુવક સતીશ કુમારને મળવું જોઈએ. તે જડીબુટ્ટીઓથી બનેલો જ્યુસ પીવડાવીને લોકોનું સ્વાસ્થ્ય સારૂ રાખવાનો દાવો કરી રહ્યા છે.
એક ભાઈ દરભંગામાં લગાવો છે ટ્રોલી
હર્બલ જ્યુસ વેચતા સતીશ જણાવે છે કે, તેનો મોટો ભાઈ ગરભંગાં વર્ષોથી હર્બલ જ્યુસનું વેચાણ કરે છે. ભાઈ પાસેથી મળેલી ગુરૂ શીખ પછી સતીશે પણ 19 ફેબ્રુઆરીથી હર્બલ જ્યુસનું વેચાણ ચાલું કહ્યું છે. પહેલા તો ઓછા લોકો આવતા હતા પરંતુ હવે ધીરે ધીરે ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. સતીશે કહ્યું કે તે, સવારે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી જ્યુસ વેચે છે. કારણ કે મોરનિંગ વોકનો સમય પણ આ જ હોવાથી લોકો ખાલી પેટ આ જ્યુસ પીતા હોય છે. આ જ્યુસ પીવાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
સતીશે જણાવ્યું કે, આ રસ તૈયાર કરવા માટે ગીલોય, લીમડાના પાન, કાચી હળદર, એલોવેરા, ડ્રમસ્ટીકના પાન, ફુદીનો, તુલસી, આમળા, કારેલા જેવી કુલ 12 જડીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે. સતીશનો દાવો છે કે, આ રસ પીવાથી સુગર, હાઈ બ્લડ પ્રેશર, કબ્જિયાત, ગેસ, અપચો, ત્વચા અને વાળ ખરવા જેવી ઘણી બિમારીઓથી છુટકારો મળે છે. આ સાથે સાથે જેને કોઈ બિમારી નથી તે પણ તેનો ઉપયોગ કરી શકે છે. 10 અને 20લ રુપિયાં લોકોને આ રસ આપવામાં આવે છે. ઘણા લોકો તેને પીવે પણ છે.
આ દરમિયાન રસ પીવા માટે આવેલા પ્રો. તેજ નારાયણ યાદવ, પ્રશાંત કુમાર અને રાજકુમાર સહિત ઘણા લોકોએ જણાવ્યું કે, આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ આપણી આજુ બાજુ થાય છે. પરંતુ સમયના અભાવે લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા. આ આયુર્વેદિક રસનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. જે બિમાર છે તેને તો ફાયદો થાય જ છે પણ જે બિમાર નથી તેને પણ બિમારીથી બચવામાં મદદ મળી રહે છે. માટે અમે બધા જ લોકો સવારે ચાલ્યા બાદ આ રસનું સેવન કરીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર