નવી દિલ્હી: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ આજે પિનાક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તે એટલું શક્તિશાળી છે કે, તે ફક્ત 44 સેકન્ડમાં જ 12 રોકેટ ચલાવી શકે છે. ડીઆરડીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓડિશા દરિયાકાંઠે આવેલા ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં તેની સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડીઆરડીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પિનાકા એ ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રોકેટ સિસ્ટમ છે જેની રેન્જ 37.5 કિમી છે. પિનાકા રોકેટ મલ્ટિ બેરલ રોકેટ લોન્ચરથી ચલાવવામાં આવે છે. આ મિસાઇલ સિસ્ટમ ભારત અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવાના હેતુસર બનાવવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે, તે ઓછી-તીવ્રતાવાળા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કામ કરવામાં અત્યંત અસરકારક છે અને લશ્કરી ક્ષમતામાં મોટા પ્રમાણમાં વધારો કરે છે.
#WATCH | DRDO successfully test fired the extended-range version of indigenously developed Pinaka rocket from a Multi-Barrel Rocket Launcher (MBRL) on 24th and 25th June 2021 at Integrated Test Range (ITR), Chandipur off the coast of Odisha. pic.twitter.com/6Qb0XN3VZD
પિનાકા મૂળભૂત રીતે મલ્ટિ બેરલ રોકેટ સિસ્ટમ છે. આ સાથે, ફક્ત 44 સેકંડમાં 12 રોકેટ ચલાવવામાં આવી શકે છે.
ડીઆરડીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પિનાકા સિસ્ટમની બેટરીમાં છ લોચિંગ વાહનોનો સમાવેશ થાય છે, જેમાં લોડર સિસ્ટમ, રડાર અને નેટવર્ક સિસ્ટમ સાથેની કડી અને કમાન્ડ પોસ્ટ છે.
એક બેટરી દ્વારા 1x1 કિમી વિસ્તારને સંપૂર્ણપણે તોડી શકાય છે.
ભગવાન શંકરના ધનુષ 'પિનાકા' ના નામથી તેનો વિકાસ થયો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર