મિસાઇલ-રોકેટોની વધશે ઝડપ, DRDOએ કર્યું હાઇપરસોનિક સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ

News18 Gujarati
Updated: September 7, 2020, 4:07 PM IST
મિસાઇલ-રોકેટોની વધશે ઝડપ, DRDOએ કર્યું હાઇપરસોનિક સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ
હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટરને સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમથી લૉન્ચ કરવામાં આવી છે. (PTI)

હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટરને સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમથી લૉન્ચ કરવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હીઃ રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (DRDO)એ સોમવારે સ્વદેશી રીતે વિકસિત સ્ક્રેમજેટ પ્રોપલ્સન સિસ્ટમ (Scramjet Propulsion System)નો ઉપયોગ કરીને હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોંટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demontrator Vehicle) નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કર્યું. આ સફળ લૉન્ચિંગ બાદ આ હવે આગામી ચરણની પ્રક્રિયા માટે સ્થાપિત થઈ ગયું છે. તેનો ઉપયોગ ખૂબ ઝડપી ગતિથી લાંબી અંતરની ક્રૂઝ મિસાઇલો અને રોકેટ્સના પ્રક્ષેપણમાં યાન તરીકે કરી શકાશે.

આ લૉન્ચિંગ બાલાસોર, ઓડિશા સ્થિત ડૉ. અબ્દુલ કલામ દ્વીપના એકીકૃત પરીક્ષણ રેન્જ થી કરવામાં આવ્યું. આ હાઇપરસોનિક સ્પીડથી ઉડાન ભરનારું માનવ રહિત સ્ક્રેમજેટ સિસ્ટમ છે. જેની સ્પીડ ધ્વનિની ગતિથી 6 ગણી વધારે છે. તેની સાથે જ તે આકાશમાં 20 સેકન્ડમાં લગભગ 32.5 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય છે. નોંધનીય છે કે હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોંટ્રેટર વ્હીલક એટલે કે HTDV પ્રોજેક્ટ DRDOની એક મહત્વાકાંક્ષી પરિયોજના છે. તેનો ઉદ્દેશ્ય અનેક સૈન્ય અને નાગરિક લક્ષ્યોની સેવાઓ આપવાની છે.

આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને તેના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. રાજનાથ સિંહે કહ્યું કે સંસ્થાન વડાપ્રધાન નરેન્ર્ે મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે પ્રયત્નશીલ છે. રક્ષા મંત્રીએ ટ્વિટ કર્યું કે, ડીઆરડીઓએ આજે સ્વદેશી રીતે વિકસિત સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરી હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલની સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.


આ પણ વાંચો, LICમાં હિસ્સેદારી વેચવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર, IPOની સાથે જ જાહેર થઈ શકે છે બોનસ શૅર

તેઓએ કહ્યું કે, હું ડીઆરડીઓને આ મહાન ઉપલબ્ધિ માટે શુભેચ્છાઓ આપું છું જે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં છે. હું પરિયોજનાથી જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી અને તેમને આ મહાન ઉપલબ્ધિ પર શુભેચ્છા આપવી. ભારતને તેમની પર ગર્વ છે.

આ પણ વાંચો, ગવર્નર કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું, શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ

નોંધનીય છે કે, ડીઆરડીઓ ભારત સરકારના રક્ષા મંત્રાલયના આર એન્ડી ડી વિંગ છે, અત્યાધુનિક રક્ષા પ્રૌદ્યોગિકી અને પ્રણાલીઓમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ભારતને સશક્ત બનાવવાની દિશામાં કામ કરે છે.
Published by: Mrunal Bhojak
First published: September 7, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading