ખબર છે? પાંવ ભાજીથી લઈ ફ્રાયડ ચિકન બસ માત્ર બે મિનીટમાં, કઈ સંસ્થા તૈયાર કરે છે

News18 Gujarati
Updated: January 1, 2019, 4:04 PM IST
ખબર છે? પાંવ ભાજીથી લઈ ફ્રાયડ ચિકન બસ માત્ર બે મિનીટમાં, કઈ સંસ્થા તૈયાર કરે છે
પ્રતિકાત્મક તસવીર

આ સંસ્થા સળંગ એવી ખાવાની આઈટમોના રિસર્ચમાં લાગેલી રહે છે, જેને લાંબા સમય સુધી પેકેટ્સ દ્વારા સુરક્ષિત રાખી શકાય

  • Share this:
શું તમને ખબર છે કે જે પાંવ ભાજીને બનાવવામાં તમને લગભગ એક થી દોઢ કલાક લાગે છે, અથવા અનેક પ્રકારની શબ્જીઓ વાળા પરાઠાની તૈયારીમાં અડધાથી એક કલાકનો સમય લાગે છે, તેને દેશમાં કોણ માત્ર બે મિનીટના પેકેટના રૂપે તૈયાર કરે છે. એક નહી 100થી વધારે એવી ખાવાની વસ્તુઓ છે, જેને પકાવીને ખાવામાં સાચે જ મેગીની જેમ માત્ર બે મિનીટ જ લાગે છે.

આ કામ કરે છે ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ), જેનો આજે 1 જાન્યુઆરીએ સેલિબ્રેશન ડે છે. આ સંસ્થા કેટલાએ દશકાઓથી એવી ખાવાની વસ્તુઓ તૈયાર કરી રહી છે, જે રેડી ટૂ ઈટની સ્થિતિમાં હોય છે, આને બસ માત્ર ગરમ કરી તરત ખાઈ શકાય છે.

ટૂ મિનીટ્સ ડિશેઝની ઘણી વેરાયટી

ડીઆરડીઓ સામાન્ય રીતે ખાવાની આઈટમોની એક મોટી વેરાયટી સૈનિકો માટે તૈયાર કરે છે, જે ખુબ ટંડા કે દુર્ગમ વિસ્તારમાં પોતાની ડ્યુટી કરી રહ્યા હોય છે, અથવા કોઈ મુશ્કેલ જગ્યાઓ પર અભિયાનમાં લાગ્યા હોય છે. જોકે, ડીઆરડીઓની આ ટેક્નિકનો ફાયદો હવે બજારમાં કેટલીક કંપનીઓને પણ મળી રહ્યો છે, જેમને ડીઆરડીઓ સાથે જોડાયેલી સંસ્થા ધ ડિફેન્સ ફૂડ રિસર્ચ લેબોરેટરી (ડીએફઆરએલ) પોતાની ફોર્મ્યૂલા આપી રહી છે.

બસ ગરમ કરો અને ખાઈ લો
ડીએફઆરએલ કર્ણાટકના મૈસુરમાં છે. આ સળંગ એવી ખાવાની આઈટમોના રિસર્ચમાં લાગેલી રહે છે, જેને લાંબા સમય સુધી પેકેટ્સ દ્વારા સુરક્ષિત રાખી શકાય, સાથે ફટાફટ ગરમ કરી પકાવી ખાઈ શકાય. આ ખાવાની આઈટમોને વિજ્ઞાનની મદદથી લાંબા સમય સુધી ટકી શકે તેવો બનાવવામાં આવે છે.ડીઆરડીઓની સ્થાપના એક જાન્યુઆરી 1958માં થઈ, તો તેની સાથે જોડાયેલી સંસ્થાએ 28 ડિસેમ્બર 1961માં કામ કરવાનું શરૂ કર્યું. સેના અને અર્ધસૈન્ય દળો માટે જાત-ભાતના ખાવાની આઈટમોને રેડી ટૂ ઈટ ટેક્નોલોજીમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આની જ છે. દરેક ડિશને લઈ લાંબુ રિસર્ચ કરવામાં આવે છે. જેમાં એ જોવામાં આવે છે કે, કેવી રીતે આ ખાવાની આઈટમને પેકેટ્સમાં લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય અને સાથે તેની તમામ પૌષ્ટિકતા પણ અકબંધ રાખી શકાય.
First published: January 1, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading