બેંગલુરુ : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશને (DRDO)કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં (Bengaluru)45 દિવસમાં 7 માળની ઇમારત બનાવી નાખી છે. આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh )ગુરુવારે કર્યું છે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને ડીઆરડીઓ ચીફ જી સતીષ રેડ્ડી (G. Satheesh Reddy)પણ ઉપસ્થિત હતા.
આ બિલ્ડિંગનો ઉપયોગ પાંચમી પેઢીના એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના (AMCA) રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ફેસિલિટી તરીકે કરવામાં આવશે. બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલેપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ આ બિલ્ડિંગમાં એરક્રાફ્ટ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ માટે એવિયોનિક્સનો વિકાસ કરાશે. રક્ષા મંત્રીને આ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનો એક પ્રેઝેન્ટેશન પણ આપવામાં આવ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે ડીઆરડીઓના એડીઇ, બેંગલુરુમાં હાઇબ્રિડ ટેકનોલોજી દ્વારા એક બહુમાળી બિલ્ડિંગનું નિર્માણ રેકોર્ડ 45 દિવસમાં પુરુ કર્યું છે. આ બિલ્ડિંગમાં એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફાઇટર જેટ્સ અને એરફ્રાફ્ટ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ (એફસીએસ) માટે એવિયોનિક્સ ડેલલપમેન્ટની સુવિધા હશે.
પાંચમી પેઢીના લડાકુ વિમાન વિકસિત કરી રહ્યું છે ભારત
જાણકારી માટે જણાવી દઈએ કે ભારત પોતાની એર ડિફેન્સને મજબૂત અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી અતિ આધુનિક સ્ટીલ્થ ટેકનોલોજીથી લેસ પાંચમી પેઢીના ફાઇટર જેટ્સ વિકસિત કરવાની મહત્વકાંક્ષી એએમસીએ પરિયોજના પર કામ કરી રહ્યું છે. આ પરિયોજનાનો પ્રારંભિક વિકાસ ખર્ચ લગભગ 15,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. રક્ષા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે એએમસીએના ડિઝાઇન અને પ્રોટોટાઇપ (નૂમના) વિકાસ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી કેબિનેટ કમેટી ઓન સિક્યોરિટીની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
આ બિલ્ડિંગમાં થશે એએમસીએ પ્રોજેક્ટ સાથે જોડાયેલ કાર્ય
અધિકારીઓએ જણાવ્યું કે આ ઇમારતનું નિર્માણ એએમસીએ પરિયોજના અને સંબંધિત ગતિવિધિઓ માટે આવશ્યક બુનિયાદી સ્ટ્રક્ચર પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી ફક્ત 45 દિવસની ન્યૂનતમ સમય સીમામાં કમ્પોઝિટ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. આ પરિયોજનાની આધારશિલા 22 નવેમ્બર 2021ના રોજ રાખવામાં આવી હતી અને વાસ્તવિક નિર્માણ કાર્ય 1 ફેબ્રુઆરીથી શરુ થયું હતું. સાત માળની ઇમારતનું કામ 45 દિવસમાં પુરું કરવાનો એક અનોખો રેકોર્ડ છે. આવું દેશમાં પ્રથમ વખત બન્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર