નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ની સામે ચાલી રહેલા જંગમાં સાથ આપવા માટે 2-DG માર્કેટમાં ઉતરવાની છે. 2-DG ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી એ દવા છે કોરોના સામેના જંગમાં ગેમચેન્જર બની શકે છે અને બહુરૂપ ધરાવતા વાયરસ (Covid-19)ની ગેમઓવર કરી શકે છે. DRDOના વૈજ્ઞાનિકોના રિસર્ચ અને અથાગ મહેનત બાદ ભારતે કોરોનાની વિરુદ્ધ આ દવા તૈયાર કરી લીધી છે, જેનાથી લોકોને રાહત મળવાની આશા છે. સોમવારે દવાના 10 હજાર ડોઝની પહેલી ખેપ લૉન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેને કોવિડ દર્દીઓને (Covid Patients) આપવામાં આવશે.
બહુરૂપી વાયરસ પર અસરકારક દવા
DRDOના અધિકારીઓએ જણાવ્યું કે, આ દવા દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે અને તેમની ઓક્સિજન પર નિર્ભરતાને પણ ઘટાડી શકે છે. કોવિડ-19 સંક્રિમત દર્દીઓના સારવાર માટે 2-DG દવાના 10 હજાર ડોઝની પહેલી ખેપ સપ્તાહના શરૂઆતમાં આવી જશે અને તેને દર્દીઓને આપવામાં આવશે. દવા નિર્માતા ભવિષ્યમાં ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં તેજી લાવવાનું કામ કરી રહ્યા છે. દવા ડૉક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે.
આ દવાએ ફેઝ-2 અને ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. મેથી ઓક્ટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાએ કોવિડ દર્દીઓ પર કામ કર્યું અને તે સુરક્ષિત પણ રહી. દવાના ઉપયોગથી હૉસ્પિટલમાં દાખલ થવાના દિવસો પણ ઓછા રહ્યા અને ઓક્સિજન સપોર્ટ પણ ન લેવો પડ્યો. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવા એક રીતે સૂડો ગ્લૂકોઝ મોલેકલ છે, જે કોરોના વાયરસને પ્રસરતા રોકે છે. આ દવા દુનિયાની એ ગણતરીની દવાઓમાં સામેલ છે જે ખાસ કોવિડને રોકવા માટે બનાવવામાં આવી છે.
દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી
DCGIએ 8 મેના રોજ DRDO દ્વારા વિકસિત કોવિડ વિરોધી દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. મોં દ્વારા લેનારી આ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી સહાયક પદ્ધતિના રૂપમાં આપવામાં આવી છે. 2-DG દવા પાવડરના રૂપમાં પેકેટમાં આવે છે, તેને પાણીમાં ભેળવીને પીવાની હોય છે.
દવાની અસરની વાત કરવામાં આવે તો જે લક્ષણવાળા દર્દીઓને 2-DGથી સારવાર કરવામાં આવી છે તેઓ SOCથી પહેલા સાજા થયા. ગયા વર્ષે શરૂઆતમાં મહામારી શરૂ થયા બાદ વડાપ્રધાન મોદી દ્વારા તૈયારીઓનું આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ DRDOએ આ પરિયોજના પર કામ શરૂ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર