Home /News /national-international /

કોરોનાની DRDOની 2-DG દવા તમામ કોરોના વેરિયન્ટ સામે અસરકારક: અભ્યાસ

કોરોનાની DRDOની 2-DG દવા તમામ કોરોના વેરિયન્ટ સામે અસરકારક: અભ્યાસ

ફાઇલ તસવીર

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી 2-ડેઓક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) દવા કોવિડ-19ના બધા જ વેરિયન્ટ સામે અસરકારક હોવાનું નવા અભ્યાસમાં સામે આવ્યું છે.

કોરોના સામેની લડાઈમાં વધુ એક દવા કારગર નીવડી રહી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી 2-ડેઓક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) દવા કોવિડ-19ના બધા જ વેરિયન્ટ સામે અસરકારક હોવાનું નવા અભ્યાસમાં સામે આવ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 2-DG ડ્રગમાં સાર્સ-કોવ-2 વાયરસનો વ્યાપ ઘટાડવાની અને કોષોને સંક્રમણના સાયટોપેથિક ઇફેક્ટ(સી.પી.ઈ) અને સેલ ડેડ દૂર કરવાની ક્ષમતા છે.

ગત 17 મેના રોજ 2-DG દવાનું કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ડૉ. હર્ષ વર્ધન દ્વારા લોકાર્પણ કરાયું હતું. આ દવાની પ્રથમ બેચ આપતી વખતે કેન્દ્રએ દાવો કર્યો હતો કે, આ દવા દર્દીના સરેરાશ રિકવરી સમયને બે દિવસ અને ઓક્સિજનની માંગમાં 40% સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.

આ ડ્રગને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા 1 જૂનના રોજ મધ્યમથી ગંભીર સંક્રમણના દર્દીઓમાં સહાયક ઉપચાર તરીકે ઇમરજન્સી ઉપયોગ માટે માન્યતા આપવામાં આવી હતી.

આ અધ્યયનમાં સામે આવ્યું છે કે, ગ્લાયકોલિટીક અવરોધક 2-ડેઓક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) દવા હોસ્ટ સેલ્સમાં સાર્સ-કોવ-2ના વ્યાપને ઘટાડે છે અને સંક્રમણની ક્ષમતા ઘટાડે છે.

બાપુની થશે કૉંગ્રેસમાં વાપસી? શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની બંધ બારણે થઇ બેઠક

2-ડેઓક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) દવા વિકસાવનાર DRDOએ ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં ટેકનોલોજીના સ્થળાંતર માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ની માંગ કરી છે. આ દવા રેડ્ડીઝ લેબોરેટરીઝના સહયોગથી DRDOની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS) લેબોરેટરીમાં વિકસાવવામાં આવી હતી.

આ દવાના ક્લિનિકલ ટ્રાયલ પરિણામો પરથી ખ્યાલ આવે છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપી રિકવરીમાં આ દવા મદદ કરે છે. તેમજ ઓક્સિજન પરની અધિનતા ઘટાડે છે. 2-DGથી સારવાર કરાયેલા દર્દીઓમાં વધુ પ્રમાણમાં આરટી-પીસીઆરનું નેગેટિવ રૂપાંતર જોવા મળે છે.

સુરત: અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાએ જાનથી હાથ ધોવાની ધમકી આપી ફ્રૂટના વેપારી પાસે ચાર કરોડની માંગી ખંડણી

EoIના ડોક્યુમેન્ટ મુજબ 17 જૂન પહેલાં ઇમેઇલ દ્વારા અરજીઓ સબમિટ થવી જોઈએ. ઉદ્યોગો દ્વારા સબમિટ થયેલ EoIની ટેક્નિકલ મૂલ્યાંકન સમિતિ તપાસ કરશે. ToT ફક્ત 15 જેટલા ઉદ્યોગોને તેમની ક્ષમતાઓ, DRDOની તકનીકી હેન્ડહોલ્ડિંગ ક્ષમતા અને વહેલા તે પહેલાં ધોરણે આપવામાં આવશે. બોલી લગાવનાર પાસે ડ્રગ લાઈસેંસિંગ ઓથોરિટીનું એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએન્ટ(API) બનાવવા માટે ડ્રગ લાઇસન્સ અને WHO GMP(ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીઝ) સર્ટિફિકેટ હોવું જોઈએ.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ દવા માટે એપ્રિલ 2020માં પ્રયોગો શરૂ કરાયા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, આ મોલેક્યુલ સાર્સ-કોવ-2 વાયરસ સામે અસરકારક છે અને વાયરલ વૃદ્ધિને અટકાવે છે. આ દવા પાવડર સ્વરૂપમાં આવે છે. તેને પાણીમાં ઓગાળીને પીવી પડે છે. 2-DGથી સારવાર કરાયેલા દર્દીઓની ઝડપી રિકવરી જોવા મળી હતી.
First published:

Tags: Anti-Covid Drug, Coronavirus, Covid Drug, DRDO, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन