નવી દિલ્હી. ભારતે મિસાઇલ ટેક્નોલોજી (India’s Missile Technology)માં સોમવારે નવી સફળતા મેળવી લીધી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત મિસાઇલ ‘અગ્નિ પ્રાઇમ’ (Agni Prime)નું આજે સવારે પરીક્ષણ કરવામાં આવ્યું. અગ્નિ સીરીઝની મિસાઇલો (Agni Missile Series)માં સૌથી વધુ આધુનિક અગ્નિ પ્રાઇમની મારક ક્ષમતા 1000થી 1500 કિલોમીટર છે. ભારતે આજે સવારે 10:55 વાગ્યે ઓડિશા (Odisha)ના કાંઠા પર અગ્નિ સીરીઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું.
સૂત્રએ જણાવ્યું કે, નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણપણે કમ્પોઝિટ મટિરિયલથી બનેલી છે અને આ પરીક્ષણ પ્લાન મુજબ જ થયું છે. ક્યાંક કોઈ મુશ્કેલી નથી ઊભી થઈ. અગ્નિ મિસાઇલને મોબાઇલ લૉન્ચથી પણ ફાયર કરી શકાશે. સમાચાર એજન્સી એએનઆઇએ ડીઆરડીઓના અધિકારીના હવાલાથી જણાવ્યું કે, પૂર્વ કાંઠાના કિનારે સ્થિત ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલ પર નજર રાખી અને મોનિટરિંગ કર્યું. સમગ્ર લૉન્ચ પ્લાન અનુસાર થયું છે. અગ્નિ પ્રાઇમે તેનું મિશન સફળતાપૂર્વક પૂરું કરતા પરીક્ષણ સફળ રહ્યું છે.
India successfully test-fired the Agni-Prime missile today, off the coast of Odisha.
It can hit targets up to a range of 2000 kms, & is very short & light in comparison with other missiles in this class. A lot of new technologies incorporated in the new missile: DRDO officials pic.twitter.com/zq7ffypqFM
અગ્નિ સીરીઝની સૌથી અત્યાધુનિક મિસાઇલ અગ્નિ પ્રાઇમની શું છે વિશેષતાઓ?
આંકડાઓ મુજબ, ‘અગ્નિ પ્રાઇમ’ એક ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે જેની મારક ક્ષમતા 1000 કિલોમીટરથી 1500 કિલોમીટર હશે. તે જમીનથી જમીન પર વાર કરનારી મિસાઇલ છે જે લગભગ 1000 કિલોગ્રામનો પેલોડ કે પરમાણુ શસ્ત્રને લઈ શકે છે. ડબલ સ્ટેડવાળી મિસાઇલ ‘અગ્નિ-1’ની તુલનામાં વજનમાં ઓછી અને વધુ પતળી હશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, ‘અગ્નિ પ્રાઇમ’ને 4000 કિલોમીટર રેન્જવાળી ‘અગ્નિ-4’ અને 5000 કિલોમીટર રેન્જવાળી ‘અગ્નિ-5’ ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીને મળીને બનાવવામાં આવી છે.
નોંધનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ 1989માં અગ્નિનું પરીક્ષણ કર્યું હતું. તે સમયે આ મિસાઇલની મારક ક્ષમતા 700થી 900 કિલોમીટરની હતી. વર્ષ 2004માં તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધીમાં અગ્નિ સીરીઝની પાંચ મિસાઇલો વિકસિત કરી ચૂક્યું છે.
નોંધનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ 1989માં અગ્નિનું પરીક્ષણ કર્યું હતું. તે સમયે આ મિસાઇલની મારક ક્ષમતા 700થી 900 કિલોમીટરની હતી. વર્ષ 2004માં તેને સેનામાં સામેલ કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધીમાં અગ્નિ સીરીઝની પાંચ મિસાઇલો વિકસિત કરી ચૂક્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર