નવી દિલ્હી : ભારતની મોટી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીસ લેબોરેટરીસે (Dr. Reddy’s Laboratories) આજે કોરોના વાયરસ દર્દી માટે સારવારની દવા ફેવિપિરાવિરના (Favipiravir) જેનરિક વર્ઝન અવિગન (Avigan)ના 200mg ટેબ્લેટ બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. Dr. Reddy'sની દવા Aviganને ભારતના દવા મહાનિયંત્રક (DCGI)થી કોવિડ-19 (COVID-19 )ના હળવાથી લઈને મધ્યમ રૂપથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે મંજૂરી મળી છે.
આ દવા કોવિડ-19ના હળવાથી લઈને સામાન્ય સંક્રમણની સારવારમાં ઉપયોગ માટે છે. ફુજીફિલ્મ ટોયામા કેમિકલ કંપની લિમિટેડ સાથે થયેલા વૈશ્વિક લાઇસેંસિંગ સમજુતી અંતર્ગત જો Dr. Reddy'sને અવિગન (ફેવિપિરાવિર) 200 મિલિગ્રામની ગોળીને ભારતમાં વિનિર્માણ, વેચાણ અને વિતરણનો વિશેષ અધિકાર મળ્યો છે.
આ પણ વાંચો - છોટા પેકેટથી કમાલનો દાવો, કોરોનાથી બચવા માટે લોકો કરી રહ્યા છી ખરીદી, જાણો હકીકત
દવાની તાત્કાલિક પહોંચ સુનિશ્ચિત કરવા માટે Dr. Reddy'sએ કહ્યું કે દેશના 42 શહેરોમાં એક મફત હોમ ડિલિવરી શરૂ કરી છે અને એક હેલલાઇન કેન્દ્ર 1800-267-0810 / www.readytofightcovid.in બનાવવામાં આવી છે. તેના પર સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા વચ્ચે ઓર્ડર કરી શકાશે. આ સર્વિસ સોમવારથી શનિવાર સુધી ચાલું રહેશે.
Published by:Ashish Goyal
First published:August 19, 2020, 16:40 pm