નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી ડૉ. હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) એક વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ 19 (Covid-19)પર ઉચ્ચ સ્તરીય ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની 19મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં કોરોના (Corona case)ના 1 મિલિયનથી વધારે કેસ રિકવર થયા છે. જેનાથી રિકવરી રેટ 64.5% થઈ ગયો છે. તેનાથી ખબર પડે છે કે ચિકિત્સા પર્યવેક્ષણના અંતર્ગત એક્ટિવ કેસમાં કુલ પોઝિટવ કેસ ફક્ત 33.27% કે લગભગ એક તૃતિયાંશ છે. ભારતમાં કેસ ફેટલિટી દર પર ઉત્તરોતર ઓછો થઈ રહ્યો છે અને વર્તમાનમાં 2.18% છે. જે વિશ્વ સ્તર પર સૌથી ઓછો છે.
ભારતમાં આવનાર મામલાની ગંભીરતા પર બોલતા ડૉ. હર્ષવર્ધને કહ્યું દેશમાં કુલ એક્ટિવ મામલામાં ફક્ત 0.28% દર્દીઓ વેન્ટિલેટર પર છે. 1.61% દર્દીઓને ICUની જરૂર છે અને 2.32% ઓક્સિજનની આવશ્યકતા છે.
આ પણ વાંચો - રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો, પાણીમાં મરી જાય છે કોરોના વાયરસ
આ બેઠકમાં પીપીઇ, માસ્ક, વેન્ટિલેન્ટર અને એચસીક્યૂ જેવા ડ્રગ્સના નિર્માણ માટે અલગ-અલગ ક્ષેત્રોની ઘરેલું ઉત્પાદન ક્ષમતાઓમાં વધારા માટે પણ GoMને જાણ કરવામાં આવી. બેઠકમાં હર્ષવર્ધને કહ્યું કે હેલ્થકેયર લોજિસ્ટિક્સ અંતર્ગત કુલ મળીને 268.25 લાખ એન માસ્ક, 120.40 લાખ પીપીઈ કિટ અને 1083.77 લાખ એચસીક્યૂ ટેબ્લેટ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાનો વિતરણ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં ભારતના અલગ-અલગ રાજ્યોના રિકવરી દર પર ડેટા શો કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે દિલ્હીમાં રિકવરી રેટ 89.08% છે. આ પછી હરિયાણામાં 79.82% રહ્યો છે. કર્ણાટકમાં સૌથી ઓછો રિકવરી રેટ 39.36% છે.
Published by:Ashish Goyal
First published:July 31, 2020, 18:11 pm