Home /News /national-international /Dr. B R Ambedkar death anniversary: ડૉ. આંબેડકરની પુણ્યતિથીએ જાણીએ બંધારણના ઘડવૈયા વિશે રોચક તથ્યો

Dr. B R Ambedkar death anniversary: ડૉ. આંબેડકરની પુણ્યતિથીએ જાણીએ બંધારણના ઘડવૈયા વિશે રોચક તથ્યો

Dr. B R Ambedkar death anniversary

BR Ambedkar death anniversary: ડૉ. બાબાસાહેબ આંબેડકર 64 વિષયોમાં માસ્ટર હતા. તેમને હિન્દી, પાલી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, મરાઠી, ફારસી અને ગુજરાતી જેવી 9 ભાષાઓનું જ્ઞાન હતું. આ સિવાય તેમણે લગભગ 21 વર્ષ સુધી વિશ્વના તમામ ધર્મોનો તુલનાત્મક રીતે અભ્યાસ કર્યો.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  ભારતની આઝાદીના ખરા લડવૈયા ગાંધી-સરદાર-નહેરૂને માનવામાં આવે છે, તો સામે પક્ષે સ્વતંત્ર ભારતના ખરા ઘડવૈયા અને ભારતની સંરચના કરનાર, ખરો પાયો ઘડનાર મહાનુભાવ તરીકે ડૉ. આંબેડકર (Dr. Baba Saheb Ambedkar) ને યાદ કરવામાં આવે છે. અનેક લોકો માનતા હશે કે માત્ર આઝાદી બાદ જ બી. આર. આંબેડકરે સ્વતંત્ર ભારતની સ્થાપના માટે અથાગ મહેનત કરી છે પરંતુ અનેક લોકોને ખબર જ નહિ હોય કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) જેવી અનેક સંસ્થાનનો પાયો પણ આંબેડકરે રોપ્યો છે. દેશના બેંકિંગ સેક્ટરને કઈ રીતે ચલાવવું, દેશમાં ચલણની રચના વપરાશથી લઈને દરેક નાણાંકીય બાબતનું સંચાલન કરવા માટે એક રેગ્યુલેટરી સંસ્થા RBI ની રચના આંબેડકરે (Dr. B R Ambedkar) આઝાદીના બે દાયકા અગાઉ જ કરી દીધી હતી.

  આજે ફરી ભારત બાબા સાહેબ આંબેડકરને તેમના યોગદાન માટે યાદ કરી રહ્યો છે. દર વર્ષે દેશમાં ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ (BR Ambedkar death anniversary) નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1891 (Ambedkar Jayanti) ના રોજ જન્મેલા આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા.

  ભારતીય બંધારણના પિતા બી.આર. આંબેડકર (Father of Indian Constitution) એ મુસદ્દા સમિતિ એટલેકે ડ્રાફ્ટિંગ કમિટીના પણ અધ્યક્ષ હતા, જેને નવા સ્વતંત્ર ભારતના શાસન માટે બંધારણ ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડૉ. આંબેડકર 6 ડિસેમ્બર, 1956ના રોજ 'બુદ્ધ અને તેમના ધમ્મા'ની અંતિમ હસ્તપ્રત પૂર્ણ કર્યા પછી તરત જ ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા અને અમર થઈ ગયા હતા.

  આજે ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે અમે તમને અહીં તેમના કેટલાક રસપ્રદ તથ્યો (Dr. Baba Saheb Ambedkar Facts) કહેવા જઈ રહ્યાં છીએ જે તમને ખરેખર અચંભિત કરશે...

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના માતા-પિતાના 14મું અને છેલ્લું સંતાન હતા.

  • ખરેખર તેમની અટક આંબાવડેકર હતી, પરંતુ તેમના શિક્ષકે તેમને શાળાના રેકોર્ડમાં "આંબેડકર" અટક આપી હતી.

  • આંબેડકરે બોમ્બે યુનિવર્સિટીની એલ્ફિન્સ્ટન કોલેજ (Elphinstone College)માંથી સ્નાતક થયા અને 1923 અને 1927માં અનુક્રમે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરીને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. વિદેશમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ (Ph.D.) ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા.

  • લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં બાબાસાહેબે 8 વર્ષનો અભ્યાસ માત્ર 2 વર્ષ 3 મહિનામાં પૂરો કર્યો. આ માટે તેમણે દિવસમાં 21 કલાક અભ્યાસ કર્યો હતો.

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર 64 વિષયોમાં માસ્ટર હતા. તેમને હિન્દી, પાલી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, મરાઠી, ફારસી અને ગુજરાતી જેવી 9 ભાષાઓનું જ્ઞાન હતું. આ સિવાય તેમણે લગભગ 21 વર્ષ સુધી વિશ્વના તમામ ધર્મોનો તુલનાત્મક રીતે અભ્યાસ કર્યો.

  • બાબાસાહેબ પછાત વર્ગના પ્રથમ વકીલ હતા.

  • તેઓ બૌદ્ધ ધર્મ પાળનાર તરીકે જાણીતા હતા પણ ઘણાને ખબર નથી કે બાબા સાહેબનો જન્મ મહારાષ્ટ્રમાં મહાર જાતિના હિંદુ પરિવારમાં થયો હતો. વર્ષ 1956માં તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

  • ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઐતિહાસિક રીતે વિશ્વમાં તેમના 8,50,000 સમર્થકો સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું ધર્માંતરણ હતું.

  • દુનિયામાં દરેક જગ્યાએ બુદ્ધની બંધ આંખોવાળી મૂર્તિઓ અને ચિત્રો જોવા મળે છે, પરંતુ બાબાસાહેબ, જેઓ એક સારા ચિત્રકાર પણ હતા, તેમણે બુદ્ધનું પ્રથમ ચિત્ર બનાવ્યું, જેમાં બુદ્ધની આંખો ખુલી હતી.

  • એક મહાન બૌદ્ધ સાધુ મહંત વીર ચંદ્રમણિએ બાબાસાહેબને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી અને તેમને "આ યુગના આધુનિક બુદ્ધ" કહ્યા હતા.

  • ભારતીય ત્રિરંગામાં ‘અશોક ચક્ર’ને સ્થાન આપવાનો શ્રેય પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરને જાય છે. જોકે રાષ્ટ્રધ્વજની ડિઝાઈન પિંગાલી વેંકૈયા દ્વારા કરવામાં આવી હતી.

  • નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. અમર્ત્ય સેન ડૉ. બી. આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં તેમના પિતા માનતા હતા.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन