Home /News /national-international /Dowry Cases : 1 રૂપિયાની વાત પર નક્કી થયો હતો સંબંધ, પછી દહેજમાં ક્રેટા ના આપી તો લગ્નના એક દિવસ પહેલા તોડી સગાઇ
Dowry Cases : 1 રૂપિયાની વાત પર નક્કી થયો હતો સંબંધ, પછી દહેજમાં ક્રેટા ના આપી તો લગ્નના એક દિવસ પહેલા તોડી સગાઇ
હરિયાણાના (Haryana)સોહનામાં આવી જ એક ઘટના સામે આવી છે
Dowry Cases in Haryana - 18 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. 16 ફેબ્રુઆરીએ યુવતીના હાથમાં મહેંદી લગાવીને હલ્દીની વિધિ શરૂ થઇ હતી. આ દરમિયાન યુવકના પરિવાર તરફથી ક્રેટા ગાડીની ડિમાન્ડ કરી હતી
સોહના : દુનિયા આજે 21મી સદીમાં પહોંચી ગઈ છે. જોકે દહેજ લોભી (Dowry Cases)હજુ પણ યુવતીઓના સપના પર પાણી ફેરવી રહ્યા છે. હરિયાણાના (Haryana)સોહનામાં આવી જ એક ઘટના સામે આવી છે. ક્રેટા ગાડી ના મળવા પર લગ્નના એક દિવસ પહેલા યુવક તરફથી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પીડિતાનો આરોપ છે કે એક રૂપિયાનો સંબંધ કહીને વર પક્ષના લોકો સતત ડિમાન્ડ વધારી રહ્યા છે. લગ્નના એક દિવસ પહેલા ક્રેટા ગાડીની ડિમાન્ડ પુરી ના કરવા પર તેમણે સંબંધ તોડી નાખ્યો છે. આ મામલે સોહના પોલીસે યુવક અને તેના પિતા, અંકલ સામે દહેજ પ્રતિષેધ અધિનિયમ કલમ 4 અંતર્ગત કેસ નોંધ્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. પીડિતાનો આરોપ છે કે કેસ નોંધાયા પછી આરોપી પક્ષ સતત તેમને ધમકીઓ આપી રહ્યો છે.
જાણકારી પ્રમાણે સોહનાના ગહલોત વિહારની ગરિમા જાંગડાની સગાઇ ગત વર્ષે દિલ્હીના ઉત્તમ નગરના નિવાસી રોબિન સાથે થયા હતા. લગ્ન માટે ફક્ત 1 રૂપિયો લેવાની વાત થઇ હતી. જુલાઇમાં રિંગ સેરેમની થઇ હતી. જોકે યુવકના પક્ષ તરફથી પછી દહેજની ડિમાન્ડ કરી હતી. ડિમાન્ડમાં ઝવેરાતથી લઇને રોકડા સુધી વાત પહોંચી હતી.
18 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. 16 ફેબ્રુઆરીએ યુવતીના હાથમાં મહેંદી લગાવીને હલ્દીની વિધિ શરૂ થઇ હતી. આ દરમિયાન યુવકના પરિવાર તરફથી ક્રેટા ગાડીની ડિમાન્ડ કરી હતી. ડિમાન્ડ કરતા યુવતીના પક્ષના લોકો ક્રેટા ગાડી પણ લઇ આવ્યા હતા. જોકે ઉંચું મોડલ ના હોવાથી યુવકના પક્ષ તરફથી લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
એક વીડિયો પણ આવ્યો સામે
આ મામલામાં પીડિતાએ સોહના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીના પક્ષના લોકોએ જણાવ્યું કે સતત યુવકના પરિવારજનો ધમકી આપી રહ્યા છે. તે વીડિયો મોકલીને તેને ફસાવવાની વાત કરી રહ્યા છે. સોહના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા પછી યુવકના પક્ષે પોતાનો એક વીડિયો બનાવીને યુવતીના પક્ષને ફસાવવાની વાત કરી છે. જેને લઇને યુવતીના પક્ષે ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં યુવક આત્મહત્યાની વાત કરીને તેમને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર