જશપુર : છત્તીસગઢના (Chhattisgarh)જશપુર (Jashpur)જિલ્લામાં દહેજના લાલચમાં (dowry case)વરરાજાના પક્ષના લોકોએ માણસાઇની હદ પાર કરી દીધી છે. જશપુરમાં વરમાળા પછી દહેજની (Dowry)માંગણી પુરી ના થતા વરરાજાના પક્ષના લોકો દૂલ્હનને લીધા વગર પરત ફર્યા હતા. દૂલ્હન મંડપમાં વરરાજાની રાહ જોતી રહી પણ વરરાજા દૂલ્હનને લીધા વગર પરત ફર્યો હતો. દૂલ્હન પક્ષનો આરોપ છે કે દૂલ્હનના પરિવારે દહેજ ના આપ્યું તો વરરાજાના પક્ષના લોકો વિવાદ કરીને લગ્ન સમારંભને અધુરો મુકીને ચાલ્યા ગયા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ લોદામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજી તરફ વરરાજાના પક્ષે પણ સિટી કોતવાલીમાં અરજી કરી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
આ ઘટના ઝારખંડ સરહદ પર આવેલ લોદામ ગામની છે. જ્યાં સોમવારે તપકરાથી જાન આવી હતી. લગ્નમાં જાનૈયાઓએ ઘણો ડાન્સ કર્યો અને બન્ને પક્ષોએ હસી-ખુશીથી વરમાળાનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. વરરાજા અને દૂલ્હને એકબીજાને હાર પણ પહેરાવ્યા હતા. આ પછી દૂલ્હન પક્ષના લોકો આગળના કાર્યક્રમ માટે વરરાજાના પક્ષના લોકોને બોલાવવા ગયા હતો. જોકે તે આવ્યા ન હતા. તેમણે દૂલ્હન અને તેના પરિવાર પાસે 10 લાખ રૂપિયા કે કારની માંગણી કરી હતી.
અચાનક મોટા દહેજની માંગણી સાંભળીને દૂલ્હન પક્ષના લોકો પરેશાન થઇ ગયા હતા. કારણ કે દૂલ્હન પક્ષે 7 લાખ રોકડા અને ત્રણ પિકઅપ ભરીને લાખોનો સામાન પહેલા જ તિલક કાર્યક્રમમાં આપી દીધો હતો. આ પછી અચાનક આવી માંગણીથી દૂલ્હન પક્ષના લોકોએ આટલી મોટી પુરી કરવામાં અસમર્થતા બતાવી હતી. આ પછી દૂલ્હનના પિતાએ લગ્ન પછી તેમની માંગણી પુરી કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. દૂલ્હનના પિતાએ કહ્યું હતું કે લગ્નમાં 20 લાખ રૂપિયા ખર્ચ કરીને પુત્રીના લગ્ન કરાવ્યા છે.
આમ છતા વરરાજા સહિત આખી જાન પરત ફરી ગઈ હતી. આ પછી દૂલ્હને આવા દહેજલોભી વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે દુલ્હનના પિતાએ દહેજલોભીઓ સામે સખત કાર્યવાહીની માંગણી કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજી તરફ વરરાજાના પક્ષે પણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે લગ્નમાં વ્યવસ્થા સારી ના હોવાથી જાન પાછી લાવ્યા છીએ. જશપુરના એસડીઓપી રાજેન્દ્રસિંહ પરિહારનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પછી કાર્યવાહી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર