રાફેલ મુદ્દે રક્ષા મંત્રીનો રાહુલ ગાંધીને જવાબ, 'HALને મળ્યો 26 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ'

News18 Gujarati
Updated: January 7, 2019, 1:44 PM IST
રાફેલ મુદ્દે રક્ષા મંત્રીનો રાહુલ ગાંધીને જવાબ, 'HALને મળ્યો 26 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ'
કોંગ્રેસ સતત આ મુદ્દે સરકારનો ઘેરવા પ્રયાસો કરી રહ્યું છે, જ્યારે તેની સામે સરકારના મંત્રી પલટવાર કરી રહ્યાં છે

કોંગ્રેસ સતત આ મુદ્દે સરકારનો ઘેરવા પ્રયાસો કરી રહ્યું છે, જ્યારે તેની સામે સરકારના મંત્રી પલટવાર કરી રહ્યાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાફેલ મુદ્દે સંસદનું શિયાળું સત્ર ગરમાયું છે. કોંગ્રેસ સતત આ મુદ્દે સરકારનો ઘેરવા પ્રયાસો કરી રહ્યું છે, જ્યારે તેની સામે સરકારના મંત્રી પલટવાર કરી રહ્યાં છે. આ અંગે રક્ષા મંત્રીએ કહ્યું કે, HALને આ વાતની સ્પષ્ટતા કરી છે કે તેમને 2014-18 દરમિયાન 26,570.80 કરોડનો કાન્ટ્રાક્ટ મળ્યો હતો. જ્યારે 73,000 કરોડ રૂપિયાના ઓર્ડર પર પણ કામ ચાલુ છે.

લોકસભામાં ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાછે. સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવા બદલ સાંસદ વેણુગોપાલ, રામચંદ્રણ, કે ગોપાલ અને ડોક્ટર એન. શિવા પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉપરાંત લોકસભામાં ઉત્તર પ્રદેશના ખનન કૌભાંડ મામલે સમાજવાદી પાર્ટીા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે, રાજનીતિક કારણોને લીધે અખિલેશ યાદવ વિરુદ્ધ સીબીઆઇનો ઉરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ, આજે સરકાર નાગરિકતા સંસોધન વિધેયક સંસદમાં રજૂ કરશે. જેનો અસમ સહિતના વિસ્તારોમાં ઘણો વિરોધ જોવા મળી રહ્યો છે.

 
First published: January 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading