ઉમેશ શ્રીવાસ્તવ, મેરઠ. કોરોના વાયરસ (Coronavirus) મહામારીની વચ્ચે અનેક લોકોના ઘર ઉજડી ગયા છે. પરંતુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠ (Meerut)ના રહેવાસી રાફેલ પરિવારની કહાણી ખૂબ જ દુખદ અને હચમચાવી દે તેવી છે. બે જોડીયા ભાઈઓ જોફ્રેડ વર્ગીસ ગ્રેગોરી (Joefred Varghese Gregory) અને રાલફ્રેડ જ્યોર્જ ગ્રેગોરી (Ralfred George Gregory)નો જીવ કોવિડ-19 સંક્રમણે લીધો. વ્યવસાયે એન્જિનિયર 24 વર્ષીય ભાઈઓની મોતની વચ્ચે અંતર માત્ર થોડાક કલાકોનો જ રહ્યો.
એક સાથે જન્મ લેનારા અને એક સાથે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. જોફ્રેડ અને રાલફ્રેડનું અવસાન ગત સપ્તાહે કોવિડ-19ના કારણે થયું. બંનેના જન્મ 23 એપ્રિલ 1997ના રોજ થયા હતા. રિપોર્ટ મુજબ, જન્મદિવસના બીજા જ દિવસ એટલે કે 24 એપ્રિલે તેઓ આ ઘાતક વાયરસની ઝપટમાં આવી ગયા. મળતી માહિતી મુજબ બંને હૈદરાબાદમાં નોકરી કરતા હતા.
ઓક્સિજન સ્તર 90 પર પહોંચ્યા બાદ ડૉક્ટરોએ બંનેને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. (ફાઇલ તસવીર)
‘જે કરતા હતા સાથે કરતા હતા’
બંને ભાઈઓના પિતા ગ્રેગોરી રેમન્ડ રાફેલ જણાવે છે કે તેમને એ લગભગ ખબર હતી કે જો તેમનો એક દીકરો પાછો આવશે તો બંને સાથે આવશે, નહીં તો કોઈ નહીં આવે. તેઓ કહે છે કે જે પણ એકને થતું હતું, બીજાને થતું હતું. તેઓએ કહ્યું કે, તેમના જન્મથી જ આવી ચાલી રહ્યું હતું. જોફ્રેડના મોતના સમાચાર મળ્યા બાદ મેં મારી પત્નીને જણાવ્યું કે રાલફ્રેડ પણ ઘરે એકલો નહીં આવે. તેઓ 13 અને 14 મેના રોજ થોડાક કલાકોના અંતરમાં જતા રહ્યા. રાફેલના ત્રણ દીકરા છે. સૌથી નાના દીકરાનું નામ નેલફ્રેડ છે.
પરિવારે ભાઈઓની પ્રારંભિક સારવાર ઘરે જ કરી. તેમને લાગ્યું કે તાવ ઉતરી જશે, પરંતુ એવું ન થયું. તેમના પિતાએ જણાવ્યું કે ઓક્સિજન સ્તર 90 પર પહોંચ્યા બાદ ડૉક્ટરોએ બંનેને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. બંને ભાઈઓના પહેલા રિપોર્ટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ, પરંતુ થોડા દિવસ બાદ બીજા RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
" isDesktop="true" id="1097556" >
ગ્રેગોરીએ જણાવ્યું કે, રાલફ્રેડે છેલ્લીવાર પોતાની માતાને ફોન કર્યો હતો. તે હૉસ્પિટલમાંથી વાત કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેણે પોતાની માતાને કહ્યું કે તેની હાલત સુધરી રહી છે અને જોફ્રેડની તબિયત વિશે પૂછ્યું. ત્યાં સુધી જોફ્રેડનું નિધન થઈ ચૂક્યું હતું. તેથી અમે એ વાત તેનાથી છુપાવવા માટે કહ્યું કે અમે તેને દિલ્હીની હૉસ્પિટલમાં શિફ્ટ કર્યો છે, પરંતુ રાલફ્રેડ કદાચ જાણતો હતો. તેણે પોતાની માતાને કહ્યું કે તમે ખોટું બોલી રહ્યા છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર