નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)સામે વેક્સીનના (CoronaVaccine)બંને ડોઝ લેનાર લોકોમાં સંક્રમણ થવાનો ખતરો ત્રણ ગણો ઓછો થઇ જાય છે. યૂકેના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. કોવિડ-19 સંક્રમણને (Corona Updates) લઇને યૂકેમાં સૌથી મોટા અધ્યયનોમાંથી એક રિયલ ટાઇમ અસેસમેંટ ઓફ કમ્યુનિટી ટ્રાન્સમિશન (REACT-1)સ્ટડી પ્રમાણે ઇંગ્લેન્ડમાં સંક્રમણ પાછલા REACT-1 રિપોર્ટ પછી 0.15 ટકાથી 0.63 ટકા સુધી ચાર ગણું વધારે વધી ગયું છે. આ 20 મે થી 7 જૂન સુધીના ગાળા માટે હતું. જોકે તેના પરિણામોમાં 12 જુલાઇના મામલામાં કમી જોવા મળી રહી છે.
ઇંપીરિયલ કોલેજ લંડન અને ઇપ્સોસ મોરી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં 24 જૂનથી 12 જુલાઇ વચ્ચે ઇંગ્લેન્ડમાં અધ્યયનમાં ભાગ લેનારા 98000થી વધારે વોલેન્ટિયર્સ દ્વારા એ જાણ થઇ કે બંને વેક્સીન લગાવી ચૂકેલા લોકો ઘણો ઓછો વાયરસને એકથી બીજા પહોંચાડે છે. યૂકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદે કહ્યું કે અમારો વેક્સીનેશન કાર્યક્રમ સુરક્ષાની દીવાલનું નિર્માણ કરી રહ્યો છે જેનો મતલબ છે કે અમે પ્રતિબંધોને સાવધાનીથી ઓછા કરી શકીએ છીએ અને પોતાની મનપસંદ ચીજો તરફ પાછા જઇ શકીએ છીએ. જોકે આપણે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખવાનું છે.
જાવેદે કહ્યું કે આ રિપોર્ટ વ્યક્તિગત જવાબદારી લેવાના મહત્વને બતાવે છે. જો તમે કોઇ સંક્રમિતના સંપર્કમાં આવો અને તમને લક્ષણો હોય તો પરિક્ષણ કરાવો અને જ્યાં સુધી થઇ શકે ફેસ કવરિંગ કરો. હું વેક્સીન લગાવવા જઈ રહેલા બધા લોકોને આગ્રહ કરું છું કે જેમણે હજુ સુધી વેક્સીન લીધી નથી તે બંને ડોઝ લે, વેક્સીન સુરક્ષિત છે અને તે કામ કરી રહી છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના (PHE)ડેટાથી જાણ થાય છે કે યૂકેમાં લગાવવામાં આવી રહેલી વેક્સીન કોરોનાના બધા વેરિએટ્સ પર અત્યાધિક પ્રભાવી છે. ફાઇઝર/બાયોએનટેક વેક્સીન 96 ટકા પ્રભાવી છે જ્યારે ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા વેક્સીનના બંને ડોઝ લીધા પછી હોસ્પિટલમાં ભરતી થવાના ચાન્સ 92 ટકા ઘટી જાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર