ટ્રાફિકના નવા નિયમ : ટ્રાફિક પોલીસ નિયમ તોડશે તો થશે બે ગણો દંડ!

News18 Gujarati
Updated: September 5, 2019, 9:49 AM IST
ટ્રાફિકના નવા નિયમ : ટ્રાફિક પોલીસ નિયમ તોડશે તો થશે બે ગણો દંડ!
(ફાઇલ તસવીર)

ગુરુગ્રામ પોલીસે ટ્રેક્ટર ચાલકને નિયમ તોડવા બદલ રૂ. 59 હજાર અને ભુવનેશ્વર પોલીસે રીક્ષા ચાલકને રૂ. 47,500નો દંડ ફટકાર્યો.

  • Share this:
નવ દિલ્હી : એક આદેશ પ્રમાણે દિલ્હીમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ ટ્રાફિક જવાનોએ બેગણો દંડ ચુકવવો પડશે. મંગળવારે દિલ્હીના જોઇન્ટ કમિશનર (ટ્રાફિક) મીનું ચૌધરીએ આ અંગેનો આદેશ જાહેર કર્યો હતો.

આદેશ પ્રમાણે, "ટ્રાફિકના નવા સંશોધિત બિલને લાગૂ કરવા માટે જવાબદાર કોઈ પણ વ્યક્તિ જો નિયમનો ભંગ કરતો પકડાશે તો તેમણે ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ જે દંડ વસૂલવામાં આવે છે તેનાથી બે ગણો દંડ ચુકવવો પડશે."

આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "ડીસીપીઓ અને વિવિધ યુનિટોને સૂચના આપવામાં આવે છે કે તેમના સ્ટાફને આ નિયમ અંગે માહિતી આપે તેમજ તેઓ પોલીસ વાહન કે પોતાના અંગત વાહનો ચલાવતા હોય ત્યારે ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત રીતે પાલન કરે." નોંધનીય છે કે જુલાઈમાં સરકારે સંસદમાં મોટર વ્હિકલ (સુધારા) બિલ, 2019 પસાર કર્યું હતું. આ સંશોધિત બિલમાં ટ્રાફિકના નિયમો ભંગ બદલ ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રૂ. 25 હજારની રીક્ષા, પોલીસે રૂ. 47500ની પાવતી ફાડી!

ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદ ઓડિશામાં એક રીક્ષા ચાલકને દારૂ પીને વાહન ચલાવવું ભારે પડ્યું છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક રીક્ષા ચાલકને ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે રૂ. 47,500નો દંડ ફટકાર્યો છે. આધેડ ઉંમરના રીક્ષા ચાલક હરિબંધુ કાન્હર પર પોલીસે દારૂપીને રીક્ષા ચલાવવા સહિત ટ્રાફિકના અનેક નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. કાન્હરનું કહેવું છે કે તેણે ફક્ત રૂ. 25 હજારમાં જૂની રીક્ષા ખરીદી હતી. તેનું કહેવું છે કે તેની ભૂલ ફક્ત એટલી જ હતી કે તેણે દારૂ પીને ગાડી હંકારી હતી.

ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો રૂ. 59 હજારનો દંડ!મંગળવારે ગુરુગ્રામની ન્યૂ કોલોનીમાં ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર અને તેની ટ્રોલીની પાવતી ફાડી હતી. ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી ચાલકને ટ્રાફિકના 10 નિયમ ભંગ કરવા બદલ દોષી માન્યો હતો અને આ માટે તેને રૂ. 59 હજારની પાવતી પકડાવી હતી. સાથે જ ટ્રેક્ટર અને ટ્રોલીને પણ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું કે ચાલક ખૂબ ઝડપે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. આ પહેલા તેણે સિગ્નલ તોડ્યું હતું, જે બાદમાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તે રોકાયો ન હતો. ડોક્યુમેન્ટો માંગવામાં આવતા તે પણ ન હતા.
First published: September 5, 2019, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading