Home /News /national-international /કોરોના અને H3N2નો ડબલ એટેક, કેમ અચાનક તાવ અને શરદીના કેસ વધવા લાગ્યા

કોરોના અને H3N2નો ડબલ એટેક, કેમ અચાનક તાવ અને શરદીના કેસ વધવા લાગ્યા

કોરોના વાયરસે ફરી એકવાર લોકોમાં ભય પેદા કર્યો

H3N2 Virus in India: એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા, પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે, અને તેના કારણે હવે કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે. h3n2. જેેવા વાયરસ ઝડપથી વધી રહ્યા છે, જેમાં બંનેના લક્ષણો એકસરખા જોવા મળ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી : કોરોના વાયરસે ફરી એકવાર લોકોમાં ભય પેદા કર્યો છે. જ્યારથી નવા વાયરસે દસ્તક આપી છે, જોકે, દર વર્ષે અચાનક કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે. અને ફરીથી તે જ થવા જઈ રહ્યું છે. જોકે, હવે લોકો કોરોના સાથે જીવતા પણ શીખી ગયા છે, પરંતુ જેમ જેમ કેસ ઓછા થાય ત્યારે, કોરોનાના ડરની સાથે સાથે લોકો ભયમુક્ત અને બેદરકાર પણ થઈ જતા હોય છે.

એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા, પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે, તેના કારણે હવે કોરોનાએ પણ માથુ ઉચક્યુ છે, તમને જણાવી દઈએ કે, h3n2 વાયરસ ઝડપથી વધી રહ્યો છે, અને બંનેના લક્ષણો પણ સરખા જોવા મળ્યા છે.

કેમ અચાનક વધવા લાગ્યા કેસ, શું કહે છે રિપોર્ટ

INSACOG રિપોર્ટ અનુસાર, 76 સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે કે, કોવિડનું નવું વેરિઅન્ટ XBB1.16 કારણ છે, અને તેના કારણે કેસ વધવા લાગ્યા છે.

આ પણ વાંચો : બ્રેકઅપ થયા બાદ તમને આ વીમામાંથી પૈસા મળશે! આવું કરીને સંબંધોને સુરક્ષિત રાખો

આ નવો પ્રકાર કેટલો ઘાતક છે?

XBB1.16 કોવિડનું નવું સ્વરૂપ છે, તેના કારણે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસોમાં વધારા પાછળ તેના પેટા વેરિઅન્ટ XBB.1.16 અને XBB.1.15 હોવાની શક્યતા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે, XBB.1.16 વેરિઅન્ટ કારણ 76 કેસોના જીનોમ સિક્વન્સિંગમાં જણાવવામાં આવી રહ્યું છે.

આ પ્રકાર ક્યારે મળ્યો?

XBB 1.16 વેરિઅન્ટ પ્રથમ જાન્યુઆરીમાં શોધી કાઢવામાં આવ્યો હતો, જ્યારે બે સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં કુલ 59 સેમ્પલ અને માર્ચમાં 15 કેસ જોવા મળ્યા હતા, જ્યારે બ્રુનેઈ, યુએસ અને સિંગાપોરમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે. INSACOG ડેટા અનુસાર, COVID-19 ના XBB.1.16 પ્રકારના કુલ 76 કેસ મળી આવ્યા છે.

કયા રાજ્યોમાં વાયરસ મળી આવ્યો છે?

કર્ણાટક (30), મહારાષ્ટ્ર (29), પુડુચેરી (7), દિલ્હી (5), તેલંગાણા (2), ગુજરાત (1), હિમાચલ પ્રદેશ (1) અને ઓડિશા (1).
First published:

Tags: Corona New Variant, Covid 19 coronavirus cases

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો