ડૂમ્સડે ક્લોકઃ પ્રલયની ઘડિયાળ પ્રલય સમયથી 2 મિનિટ જ દૂર!

News18 Gujarati
Updated: January 27, 2018, 12:12 PM IST
ડૂમ્સડે ક્લોકઃ પ્રલયની ઘડિયાળ પ્રલય સમયથી 2 મિનિટ જ દૂર!
બુલેટિન ઓફ ઓટોમિક સાયન્ટિસ્ટમાં તરફથી આ માહિતી આપવામાં આવી છે.

બુલેટિન ઓફ ઓટોમિક સાયન્ટિસ્ટમાં તરફથી આ માહિતી આપવામાં આવી છે.

  • Share this:
ડૂમ્સડે ક્લોક એટલે કે પ્રલયની આગાહી કરતી પ્રતિકાત્મક ઘડિયાળનો સમય અડધી મિનિટ આગળ કરી દેવામાં આવ્યો છે. દુનિયામાં ન્યૂક્લિયર યુદ્ધની આશંકાને લઈને આવું પગલું ભરવામાં આવ્યું છે. બુલેટિન ઓફ ઓટોમિક સાયન્ટિસ્ટમાં તરફથી આ માહિતી આપવામાં આવી છે. 1953 પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ડૂમ્સડે ક્લોક પ્રલયના સમયથી સૌથી વધારે નજીક છે.

નોંધનીય છે કે હાલમાં ન્યૂક્લિયર વોરની ચર્ચાનો મામલો ખૂબ જ ચર્ચામાં છે. ઉત્તર કોરિયા દ્વારા નવા પરીક્ષણ, ચીન, પાકિસ્તાન અને ભારતમાં ન્યૂક્લિયર હથિયારોને લઈને ચાલી રહેલી સ્પર્ધા, અમેરિકાના રાષ્ટ્રપતિના ભાષણો અને ટ્વિટ્સ તેમજ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ઉભી થયેલી તણાવભરી પરિસ્થિતિને જોતા દુનિયા પર સંકટના વાદળો છવાયા છે.

કેવી રીતે અસ્તિત્વમાં આવી પ્રલયની ઘડિયાળ?

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના બે શહેર હિરોશિમા અને નાગાસાકી પર બે અણુ બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલું જ નહીં અનેક લોકો ગંભીર બીમારીનો શિકાર બન્યા હતા. આ સમયે દુનિયાભરના વૈજ્ઞાનિકોને એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ન્યૂક્લિયર હથિયારોને લઈને ભવિષ્યમાં દુનિયાનો વિનાશ થઈ શકે છે. આ ચિંતા વચ્ચે વૈજ્ઞાનિકોને એક વિચાર આવ્યો કે એક ઘડિયાળ બનાવવામાં આવે, જેમાં દુનિયા સામે વિનાશકારી ક્ષણોની નોંધણી કરવામાં આવે. આ ઘડિયાળ બનાવવાનો ઉદેશ્ય એવો હતો કે તે એવી ક્ષણો વિશે માહિતગાર કરે જે ભવિષ્યમાં તેના વિનાશનું કારણ બની શકે છે.

બાદમાં 15 વૈજ્ઞાનિકોના એક જૂથે 'ધ બુલેટિન ઓફ ધ ઓટોમિક સાયન્સિસ' નામે એક સંગઠન બનાવ્યું. આ સંગઠન સમય-સમય પર ખતરાની ગણતરી કરીને આગાહી કરે છે કે આ આપણે આ ગ્રહનો ખાત્મ કરવાથી કેટલા નજીક છીએ.

ક્યારે ક્યારે બદલાયો ઘડિયાળનો સમય?1947માં ડૂમ્સ ડે ક્લોકને અડધી રાત્રે એટલે કે 12 વાગ્યાથી ફક્ત 7 મિનિટ દૂર એટકે લે 11:53ના સમય પર સેટ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ ઘડિયાળમાં 12 વાગ્યાનો મતલબ એવો હશે કે પૃથ્વીના પ્રલયનો સમય આવી ગયો છે. ત્યાર પછી આ સમયમાં 22 વખત બદલાવ કરવામાં આવ્યોછે. આ બદલાવ પાછળ, પરમાણુ યુદ્ધની આશંકા, ગ્લોબલ વોર્મિંગ, બાયો આતંકવાદ, સાઇબર આતંકનું કારણ જણાવવામાં આવ્યું છે. 2017માં ડોનાલ્ડ ટ્રમ્પના ન્યૂક્લિયર હથિયારોના મોટા પ્રમાણમાં ઉત્પાદનના નિવેદન બાદ આ ઘડિયાળના સમયમાં અડધી મિનિટનો વધારો કરવામાં આવ્યો હતો.
First published: January 26, 2018, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading