Home /News /national-international /

શું મોદીએ ચૂંટણી વચનો પૂર્ણ કર્યા? રામદેવે કહ્યું, આનો જવાબ મને મુશ્કેલીમાં મૂકી શકે!

શું મોદીએ ચૂંટણી વચનો પૂર્ણ કર્યા? રામદેવે કહ્યું, આનો જવાબ મને મુશ્કેલીમાં મૂકી શકે!

બાબા રામદેવ

જ્યારે તેમને એમ પુછવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા કે નહીં ત્યારે બાબા રામદેવે કહ્યું “આવા રાજકીય પ્રશ્નોનાં જવાબ આપીને હું મુશ્કેલી વહોરવા માંગતો નથી. કેમ કે, તેની ભારે કિંમત ચૂકવવી પડે છે.

વધુ જુઓ ...
    યોગા ગુરુ બાબા રામદેવે કહ્યું કે, ભલે ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઇ હોય પણ નરેન્દ્ર મોદીની નેતીગિરી અને નીતિઓ વિશે કોઇ શંકા કરી શકે નહીં. મોદી કોઇ દિવસ મતનાં રાજકારણમાં પડે નહીં.

    પત્રકારો સાથે વાતચીત કરતા બાબા રામદેવે આ વાત કહી હતી. જ્યારે તેમને એમ પુછવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા કે નહીં ત્યારે બાબા રામદેવે કહ્યું “આવા રાજકીય પ્રશ્નોનાં જવાબ આપીને હું મુશ્કેલી વહોરવા માંગતો નથી. કેમ કે, તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. આમ છતાં, હું કહુ છું કે, મોદીની નેતીગિરી વિશે કોઇ શંકા કરી શકે નહીં. મોદીએ 100થી વધારે રાષ્ટ્ર નિર્માણનાં પ્રોજેક્ટો લોન્ચ કર્યા છે અને તેઓ ક્યારેય મતનાં રાજકારણમાં પડ્યા નથી”

    કાળાનું નાણું દેશમાંથી નાબુદ થઇ ગયું કે નહીં એ પ્રશ્નનાં જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, "હવે બધા પૈસા સરખા થઇ ગયા"

    લ્યો હવે બાબા રામદેવ ‘સંસ્કારી જીન્સ’ અને લંગોટ પણ વેચશે!

    અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની સાશન દરમિયાન બાબા રામદેવ કાળા નાણા વિશે કૂદી-કૂદીને બોલવા હતા પણ નરેન્દ્ર્ મોદી સત્તા પર આવ્યા પછી બાબા રામદેવે આ વિશે બોલવાનું બંધ કરી દીધું છે.

    બિઝનેસ વિશે વાત કરતા કહ્યું કે, ભારત મેન્યુફેક્ચરીંગ હબ બની શકે છે. જો આ ઉદ્યોગો માટે જમીન આપવામાં આવે તો. ઘણા બધા ઉદ્યોગોને જમીન સંપાદન કરવામાં તકલીફ પડી રહી છે. બેંકોએ પણ આ મામલે આગળ આવીને મદદ કરવાની જરૂર છે. જો કે, બેંકોએ વિજય માલ્યા જેવાને ઓળખી લેવા જોઇએ અને જે લોકો ખરેખર લાયક છે તેમને મદદ કરવી જોઇએ”

    બાબા રામદેવની પંતજલિ કંપની આગામી દિવસોમાં 2020માં યુનિલિવરને પાછળ પાડી દેવા માંગે છે.

    બાબા રામદેવ: મુસ્લિમો ફોટાને મહત્વ નથી આપતા એટલે જિન્નાહના ફોટાની ચિંતા ન કરે 
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: કાળુ નાણું, પીએમ મોદી, બાબા રામદેવ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन